મારિયા શરાપોવા અને રોજર ફેડરર ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસના બીજા રાઉન્ડમાં પહોંચ્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મેલબોર્ન ખાતે રમાઇ રહેલા ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મારિયા શારાપોવા, સિમોના હાલેપ, રોજર ફોડરર અને નોવાક જોકોવિચ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે.

પુરૂષ સિંગલ્સમાં વર્તમાન ચેંપિયન રોજર ફેડરરે પ્રથમ રાઉન્ડમાં સ્લોવેનિયાના અલ્જાજ બેડેનને ૩-૬, ૪-૬, ૩-૬થી હાર આપી હતી, ત્યારે સર્બિયાના નોવાક જોકોવિચે અમેરિકાના ડોનાલ્ડ યંગ સામે ૬-૧, ૬-૨, ૬-૪થી જીત મેળવી છે.

મહિલા સિંગલ્સમાં રોમાનિયાની સિમોનાએ ઓસ્ટ્રેલિયાની દેસ્તાની અયાવાને ૭-૬, ૬-૧થી હાર આપી હતી. જ્યારે રુસની મારિયા શારાપોવાએ જર્મનીની તાત્જાના મારિયા સામે ૧-૬, ૪-૬થી જીત મેળવી છે.

Share This Article