ઓસ્ટ્રેલિયન ઓપન : રાફેલ નડાલની આગેકૂચ હજુ જારી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મેલબોર્ન : વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશપમાં મોટો અપસેટ સર્જાયા બાદ હવે ઉથલ પાથલનો દોર શરૂ થયો છે. મહાન ખેલાડી રોઝર ફેડરરની હાર થતા વધુ એક ગ્રાન્ડસ્લેમ જીતવાનું તેનું સ્વપ્ન રોળાઈ ગયું છે. વિશ્વની બીજા ક્રમની ખેલાડી જર્મનીની કાર્બર અને છઠ્ઠી ક્રમાંકિત ક્રોએશિયાની સીમીચે મોટા ઉલટફેર કર્યા છે. ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મોટા ઉલટફેર થવાની શરૂઆત થઈ ચુકી છે. વર્તમાન ચેમ્પિયન સ્વિત્ઝર્લેન્ડના રોઝર ફેડરર વિશ્વના બીજા નંબરના ખેલાડી જર્નની કાર્બર, છઠ્ઠ ક્રમાંકિત ક્રોએશિયાના મારીન સીલીક અને પૂર્વ ચેમ્પિયન શારાપોવા પરાજિત થતા મોટા અપસેટ સર્જાયા છે. બીજી બાજુ રાફેલ નડાલે પોતાની મેચ જીતીને આ ટુર્મામેન્ટમાં ૧૧મી વખત અને કુલ ગ્રાન્ડસ્લેમમાં ૩૭મી વખત ક્વાર્ટર ફાઈનલમાં આગેકૂચ કરી હતી. નડાલે બે કલાક અને પાંચ મિનિટ સુધી ચાલેલી મેચમાં પોતાના હરીફ ખેલાડી ચેક ગણરાજ્યના ખેલાડી ઉપર ૬-૦, ૬-૧ અને ૭-૬થી જીત મેળવી હતી.

૧૭ ગ્રાન્ડસ્લેમ જીતી ચુકેલા નડાલે અહી વર્ષ ૨૦૦૯માં ટ્રોફી જીતી હતી. ક્વાર્ટર ફાઈનલમાં નડાલ હવે અમેરિકાના ટીયાફો સામે રમશે. જ્યારે ક્વાર્ટર ફાઈનલ મેચમાં સીતસીપાસ સ્પેનના રોબર્ટો સામે ટકરાશે. ઉલટફેરનો દોર જારી રહ્યો છે. બીજા રાઉન્ડની મેચની વાત કરવામાં આવે તો નડાલે ભવ્ય દેખાવ કર્યો હતો. મહિલા વર્ગમાં ક્વીટોવાએ જીત મેળવી હતી. શારોપોવાની કારમી હાર થઈ હતી. સંઘર્ષપૂર્ણ મેચમાં શારોપોવાની હાર થઈ હતી. અગાઉ છ વખતના ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન નોવાક જાકોવિકે ૧૯ વર્ષીય હરીફ ખેલાડી પર ૬-૩, ૬-૪, ૪-૬ અને ૬-૦થી જીત મેળવી હતી.

અન્ય સ્ટાર ખેલાડીઓએ પણ પોત પોતાની મેચ જીતને આગેકૂચ જારી રાખી છે. જાકોવિક અને સિમોના હાલેપે શાનદાર દેખાવ કર્યો હતો. ૨૩ વખતની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન અમેરિકાની સરેના વિલિયમ્સે ચોથી ક્રમાંકિત ખેલાડી જાપાનની નાઓમી ઓસાકા પર જીત મેળવી હતી. છઠ્ઠી ક્રમાંકિત ખેલાડી યુક્રેનની સ્વોટોલિના અને પુરૂષોમાં આઠમાં ક્રમાંકિત જાપાનના નિસીકોરીએ પણ જીત મેળવીને અંતિમ ૧૬માં જગ્યા બનાવી હતી. જાકે પૂર્વ નંબર વન ખેલાડી અમેરિકાની વિનસ વિલિયમ્સ ફેંકાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયન ઓપન હવે રોમાંચક તબક્કામાં પ્રવેશ કરી રહી છે. સરેના વિલિયમ્સે વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ સ્પર્ધામાં યુક્રેનની ૧૮ વર્ષીય ડાયનાને સીધા સેટોમાં ૬-૨, ૬-૧થી હાર આપી હતી.

Share This Article