ઓસ્ટ્રેલિયા ખાતે યોજાનાર આઇસીસી વર્લ્ડ ટી20 ૨૦૨૦ માટેના સ્થળ અને યજમાન શહેરોની પસંદગીની જાહેરાત કરવામાં આવી છે. આ યજમાન શહેરોમાં ઓસ્ટ્રેલિયાના આઠ શહેરો એડિલેઇડ, બ્રિસબહેન, કેનબેરા, ગિલોન્ગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અ સિડનીનો સમાવેશ થાય છે.
સૌપ્રથમ વાર એવું થઇ રહ્યું છે કે મેન્સ અ વુમેન્સ ટી20 ક્રિકેટની યજમાની એક દેશ એકજ વર્ષમાં કરશે. આ દેશ શ્રેષ્ઠ પુરૂષ અને મહિલા ક્રિકેટરોને વિશ્વ ધ્યાન ખેંચવા માટે સંબંધિત તક પુરી પાડશે. વુમેન્સ ક્રિકેટ મેચ ૨૧ ફોબ્રુઆરી થી ૮ માર્ચ ૨૦૨૦ સુધી રમાશે, જ્યારે મેન્સ ક્રિકેટ મેચીસ ૧૮ ઓક્ટોબર થી ૧૫ નવોમ્બર, ૨૦૨૦ દરમિયાન યોજાશે.
દુનિયાની ૧૦ શ્રેષ્ઠ વુમેન્સ ટીમ અને ૧૬ શ્રેષ્ઠ મેન્સ ટીમ ઓસ્ટ્રેલિયામાં ટી20ના ટાઇટલ માટે ટકરાશે. વુમેન્સ અને મેન્સ બન્નેની ક્રિકેટની ફાઇનલ મેચ ઓસ્ટ્રલિયાના વિશાળ સ્ટેડિયમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) ખાતે યોજાશે, જ્યારે વુમેન્સ ક્રિકેટની સેમી-ફાઇનલ્સ સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) ખાતે યોજાશે અ મેન્સ ક્રિકેટની ફાઇનલ એસસીજી અને એડિલેઇડ ખાતે યોજાશે.
વુમેન્સ ટી20 ક્રિકેટ મેચની ફાઇનલ મહિલા રમતને પ્રોત્સાહિત કરવા માટે વિશ્વ વિક્રમ દર્શકોનો આંકડો મેળવવાના ધ્યેય સાથે ૮ માર્ચ, ૨૦૨૦ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે યોજાશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચેરમેન અને આઇસીસી વર્લ્ડ ટી20 ૨૦૨૦ની સ્થાનિક સમિતિના ડેવિડ પીવરે જણાવ્યું કે ૨૦૨૦૨માં આઇસીસી વર્લ્ડ ટી20 ટૂર્નામેન્ટ્સનું યજમાન બનીને ઓસ્ટ્રેલિયા ખૂબ જ ઉત્સાહિત છે. આઇસીસી વર્લ્ડ ટી20 ૨૦૨૦ તમામ સમુદાયને સાંકળવા અને આવનારી પેઢીને કિક્રેટને ચાહવા માટે પ્રોત્સાહન પુરૂં પાડવા માટેની વિશેષ તક પ્રદાન કરશે.