અફઘાનને કચડી નાંખવા માટે ઓસ્ટ્રેલિયા સંપૂર્ણપણે સુસજ્જ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બ્રિસ્ટોલ : પાંચ વખત વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી ચુકેલા ઓસ્ટ્રેલિયા આવતીકાલે તેની પ્રથમ મેચ રમીને વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ઓસ્ટ્રેલિયા તેની પ્રથમ મેચ આવતીકાલે બ્રિસ્ટોલમાં અફઘાનિસ્તાન સામે રમશે. ઓસ્ટ્રેલિયા મોટા અંતરથી જીત સાથે વર્લ્ડ કપની શરૂઆત કરવા માટે તૈયાર છે. ઓસ્ટ્રેલિયન ટીમ પૂર્ણ તૈયાર છે. મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. મેચનુ પ્રસારણ સાંજે છ વાગે કરવામાં આવનાર છે..ફાઇનલ મેચ લોર્ડસના ઐતિહાસિક મેદાન ખાતે ૧૪મી જુલાઇના દિવસે રમાશે.  છેલ્લે વર્લ્ડ કપનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યુ હતુ.

વર્ષ ૨૦૧૫માં ઓસ્ટ્રેલિયાએ તાજ જીતી લેવામાં સફળતા મેળવી હતી. આ વખતે પણ તે ફેવરીટ ટીમ તરીકે છે. છેલ્લા વર્લ્ડ કપની ફાઇનલ મેચ બે યજમાન દેશ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે જ રમાઇ હતી. જેમાં ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડ પર સાત વિકેટે જીત મેળવી લીધી હતી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ સૌથી પ્રબળ દાવેદાર તરીકે દેખાઇ રહી છે. તેના પર તમામનુ ધ્યાન કેન્દ્રિત થઇ ગયુ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ  દ્વારા ટુર્નામેન્ટ માટે કુલ ઇનામી રકમ ૧૦ કરોડ રૂપિયા અથવા તો ૧૦ મિલિયન ડોલર રાખવામાં આવી છે.

ટીમના દેખાવ મુજબ ઇનામી રકમ મળશે.જે પૈકી વિજેતા ટીમને ૪૦૦૦૦૦૦ અમેરિકી ડોલરની રકમ મળનાર છે. ગ્રુપ સ્ટેજ ફોર્મેટમાં આ વખતે મેચો રમાનાર છે. સ્ટીવ સ્મિથ, ડેવિડ  વોર્નર સહિતના સ્ટાર ખેલાડી જોરદાર દેખાવ કરવા માટે ઇચ્છુક હતા. કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિવિધ પગલા લેવામાં આવી ચુકયા છે.  અફઘાનિસ્તાન ટીમ જારદાર દેખાવ કરવા માટે ઇચ્છુક છે.

Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/39918588b549b38bf1e30684b62c2361.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151