સીરીઝ વ્હાઇટવોશ બાદ ઓસ્ટ્રેલિયા છઠ્ઠા સ્થાને સરક્યુ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઓસ્ટ્રેલિયન ટીમનો ૫-૦થી ઇંગલેન્ડ સામે વ્હાઇટવોશ થયા બાદ આઈસીસી વનડે રેંકિગ્સમાં છઠ્ઠા સ્થાને સરકી ગયું છે.

ઓસ્ટ્રેલિયાને સિરીઝમાં ચાર પોઇન્ટનું નુક્શાન થવાથી તે પાકિસ્તાનની પાછળ આવી ગયું છે. છેલ્લાં ત્રણ દાયકામાં પ્રથમવાર ઓસ્ટ્રેલિયા છઠ્ઠા સ્થાન પર આવ્યું છે. હવે તે પાકિસ્તાન કરતા ૨ પોઇન્ટ પાછળ છે અને સાતમાં સ્થાન પર રહેલા બાંગ્લાદેશ કરતાં ૭ પોઇન્ટ આગળ છે.

સીરીઝમાં ઓસ્ટ્રેલિયાનું વ્હાઇટવોશ કરી ઇંગલેન્ડે રેંકિંગ ટેબલમાં પ્રથમ સ્થાન પર પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે. ત્યારબાદ બીજા સ્થાને ભારત છે.  ઇંગલેન્ડની આગામી સીરીઝ ઘરઆંગણે ભારત સામે ૧૨ થી ૭ જુલાઇ દરમિયાન છે. ભારતીય ટીમ ઇંગલેન્ડને હરાવી પોતાને પ્રથમ સ્થાન પર લઇ જશે કે ઇંગલેન્ડ ભારતીય ટીમની સ્થિતિ ઓસ્ટ્રેલિયા જેવી કરશે તે આગામી શ્રેણીમાં જોવુ રહ્યું.

Share This Article