નવી દિલ્હી : ઓગસ્ટા વેસ્ટલેન્ડને લઈને પૂરક ચાર્જશીટમાં ઈડી દ્વારા કરવામાં આવેલા આક્ષેપથી નવી રાજકીય ગરમી વધી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈડીના આક્ષેપને એકબાજુ હથિયાર બનાવીને ગાંધી પરિવાર અને અહેમદ પટેલ ઉપર પ્રહાર કર્યા છે. બીજી બાજુ આ કેસમાં વચેટિયા ક્રિશ્ચેન મિશેલે આજે દિલ્હી કોર્ટમાં ક્હ્યું હતું કે ઈડી દ્વારા તપાસ દરમિયાન સોદાબાજીના સંદર્ભમાં તેઓએ કોઈના પણ નામનો ઉલ્લેખ કર્યો નથી. એફિડેવિટમાં મિશેલે કહ્યું છે કે કેન્દ્ર સરકાર રાજકીય દ્વેષ માટે તપાસ સંસ્થાઓનો ઉપયોગ કરી રહી છે. બીજી બાજુ અહેમદ પટેલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વળતા પ્રહાર કર્યા છે.
કોંગ્રેસ તરફથી રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે ચુંટણીમાં લાભ ઉઠાવવાના હેતુસર આ પ્રકારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચાર્જશીટમાં પાર્ટીના નેતાઓનો ઉલ્લેખ સસ્તી લોકપ્રિયતા મેળવવાનો રહેલો છે. તેમણે કહ્યું છે કે ઈડી તરફથી લીક કરવામાં આવેલા એક સિંગલ અનસર્ટિફાઈડ પેજ લોકોનું ધ્યાન અન્યત્ર વાળવા તરફ રહેલું છે. મોદી સરકારની નિશ્ચિત હાર દેખાઈ રહી છે. જેથી લોકોનું ધ્યાન અન્યત્ર વાળવાનો પ્રયાસ થઈ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઈડી પણ હવે ચુંટણીમાં બિનજરૂરી રીતે હથિયાર તરીકે છે.
સરકારના ઈશારે ઈડી કામ કરી રહી છે. બીજી બાજુ કેન્દ્રિય મંત્રી અને વરિષ્ઠ ભાજપના નેતાએ કહ્યું છે કે દરેક વખતે કોઈને કોઈ વિવાદાસ્પદ ડિફેન્સ સમજૂતી આવી જાય છે. પુરાવા હંમેશા કોંગ્રેસ પાર્ટીના પરિવાર સાથે શરૂ થાય છે. આરજી, એપી અને ફેમ જેવા કાલ્પનિક પાત્રો ઉભા કરવામાં આળે તે બાબત પણ સમજાતી નથી. બ્લોગમાં લખવામાં આવ્યું છે કે તત્કાલિન સંરક્ષણ મંત્રી એકે એન્ટોની અથવા તો તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહે સોદાબાજીમાં કોઈ ભૂમિકા ભજવી નથી. શંકાની સોય માત્ર એક પરિવાર અને એવા વ્યÂક્ત પર જાય છે જે નિર્ણયો અંગે પ્રભુત્વ ધરાવે છે.