અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૧૯માં લેવાનારી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષાઓ તા.૭મી માર્ચથી શરૂ થવાની છે, શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં સીસીટીવી સાથે ઓડિયો રેર્કોડિંગ પણ ફરજિયાત કરવાના નિર્દેશો જારી કરાયા છે. પરીક્ષાના ગણતરીના દિવસો પહેલા બોર્ડના આદેશથી શાળા સંચાલકો પણ મૂંઝવણમાં મૂકાયા છે. બીજીબાજુ, ઓડિયો રેકો‹ડગ પણ ફરિજયાત બનાવાતાં વિદ્યાર્થીઓએ પણ વર્ગખંડમાં પરીક્ષા આપતી વખતે એકબીજા સાથે વાત કરતી વખતે કે ઇશારા કરવા સહિતની હરકતોથી ચેતતા અને સાવધાની રાખવી પડશે. નહી તો, સીસીટીવી કેમેરાની સાથે સાથે તેમનો અવાજ પણ ઓડિયો રેકોર્ડિંગમાં કેદ થઇ જશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષામાં દર વર્ષે સીસીટીવી મારફતે રેકો‹ડગ થાય છે પરંતુ દર વર્ષે સીડી કરપ્ટ હોવાની તેમજ રેર્કોડિંગ થતું ન હોવાની અનેક ફરીયાદો મળી હતી. જેના પગલે શિક્ષણ બોર્ડ દ્વારા સીસીટીવી કવરેજ અસરકાર કેવી રીતે કરવું તે અંગે સૂચનાઓ આપી છે. શિક્ષણ બોર્ડે સ્કૂલ સંચાલકોને પરીક્ષામાં ઓડિયો રેર્કોડિંગની સુવિધા હોય તેવી વ્યવસ્થા કરવા માટેની સૂચનાઓ પણ હવે જારી કરી છે.
બોર્ડની ગાઇડલાઇનમાં જણાવ્યા મુજબ તમામ બ્લોકના સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં હોવા જોઇએ અને ફૂટેજ સ્પષ્ટ હોવું જરૂરી છે તેમજ સ્કૂલે એન્ટ્રી ગેટની અલગ ફાઇલ બનાવવાની રહશે, બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ પ્રવેશ કરે અને વર્ગખંડમાં બેસે ત્યાં સુધીનું ઓડિયો રેર્કોડિંગ કરવાનું રહેશે, તે પછી ૧૫ મિનિટ સુધી ઓડિયો રેર્કોડિંગ કરવાનું રહેશે. બોર્ડ સત્તાધીશોની આ સૂચનાને પગલે હવે છેલ્લી ઘડીયે શાળા સંચાલકો પણ સમગ્ર તૈયારી કરવામાં જાતરાયા છે. તો બીજીબાજુ, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ આ વાતને લઇ હવે સાવધાની રાખવાની લાગણી જાવા મળી રહી છે.