શ્રીનગર,નવીદિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલાવામા જિલ્લામાં આજે સાંજે મોટા આતંકવાદી હુમલાને અંજામ આપવામાં આવ્યા બાદ દેશભરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વિતેલા વર્ષોમાં જમ્મુ કાશ્મીરમાં અનેક હુમલાઓને અંજામ આપી ચુકેલા કુખ્યાત આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે પણ આજના હુમલાની પણ જવાબદારી લીધી હતી. સૌથી પહેલા હાઈવે ઉપર કારમાં પ્લાન્ટ કરવામાં આવેલા આઈઇડી મારફતે બ્લાસ્ટ કરાયો હતો. ત્યારબાદ સીઆરપીએફના વાહનો ઉપર અંધાધૂંધ ગોળીબાર કરાયો હતો. વર્ષ ૨૦૧૦ બાદથી દેશમાં કરાયેલા મોટા ભીષણ ત્રાસવાદી હુમલા નીચે મુજબ છે.
- ૧૩મી ફેબ્રુઆરી ૨૦૧૦ના દિવસે પુણેમાં ત્રાસવાદી હુમલો કરાયો હતો જેમાં ૧૭ના મોત થયા હતા અને ૬૦ લોકો ઘાયલ થયા હતા
- ૭મી ડિસેમ્બર ૨૦૧૦ના દિવસે વારાણસીમાં બોંબ બ્લાસ્ટ કરાયા હતા જેમાં એકનું મોત થયું હતું અને ૨૦ લોકો ઘાયલ થયા હતા
- ૧૩મી જુલાઈ ૨૦૧૧ના દિવસે મુંબઈમાં ત્રાસવાદી હુમલો કરાયો હતો જેમાં ૨૬ના મોત થયા હતા અને ૧૩૦ લોકો ઘાયલ થયા હતા
- ૭મી સપ્ટેમ્બર ૨૦૧૧ના દિવસે દિલ્હીમાં બ્લાસ્ટ કરાયા હતા જેમાં ૧૯ના મોત થયા હતા ૭૬ લોકો ઘાયલ થયા હતા
- ૧૩મી ફેબ્રુઆરી ૨૦૧૨ના દિવસે ઈઝરાયેલી રાજદ્વારી પર હુમલો કરાયો હતો જેમાં ૪ લોકો ઘાયલ થયા હતા
- પહેલી ઓગસ્ટ ૨૦૧૨ના દિવસે પુણેમાં બ્લાસ્ટ કરાયા હતા જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો
- ૨૧મી ફેબ્રુઆરી ૨૦૧૩ના દિવસે હૈદરાબાદમાં બ્લાસ્ટ કરાયા હતા જેમાં ૧૬ના મોત થયા હતા અને ૧૧૯ ઘાયલ થયા હતા
- ૧૩મી માર્ચ ૨૦૧૩ના દિવસે શ્રીનગરમાં હુમલો કરાયો હતો જેમાં ૭ના મોત થયા હતા અને ૧૦ લોકો ઘાયલ થયા હતા
- ૧૭મી એપ્રિલ ૨૦૧૩ના દિવસે બેંગ્લોરમાં બ્લાસ્ટ કરાયો હતો જેમાં ૧૬ લોકો ઘાયલ થયા હતા
- ૨૫મી મે ૨૦૧૩ના દિવસે દરભાખીણમાં (છત્તીસગઢ) હુમલો કરાયો હતો જેમાં ૨૮ના મોત થયા હતા અને ૩૨ ઘાયલ થયા હતા
- ૨૪મી જુન ૨૦૧૩ના દિવસે શ્રીનગરમાં હુમલો કરાયો હતો જેમાં ૮ના મોત થયા હતા અને ૧૯ ઘાયલ થયા હતા
- ૭મી જુલાઈ ૨૦૧૩ના દિવસે ડુમકામાં માઓવાદી હુમલો કરાયો હતો જેમાં ૫ના મોત થયા હતા
- ૭મી જુલાઈ ૨૦૧૩ના દિવસે બોધગયામાં બોંબ બ્લાસ્ટ કરાયો હતો જેમાં ૫ ઘાયલ હતા
- ૨૭મી ઓક્ટોબર ૨૦૧૩ના દિવસે પટણામાં બોંબ બ્લાસ્ટ થયા હતા જેમાં ૫ લોકોના મોત થયા હતા અને ૬૬ લોકો ઘાયલ થયા હતા.
- ૨૫મી એપ્રિલ ૨૦૧૪ના દિવસે ઝારખંડમાં બ્લાસ્ટ કરાયા હતા જેમાં ૮ના મોત થયા હતા અને ૫ લોકો ઘાયલ થયા હતા
- ૨૮મી એપ્રિલ ૨૦૧૪ના દિવસે બડગામ જિલ્લામાં બ્લાસ્ટ થયો હતો જેમાં ૧૮ લોકો ઘાયલ થયા હતા
- ૧લી મે ૨૦૧૪ના દિવસે ચેન્નઈમાં ટ્રેન બોંબ બ્લાસ્ટ થયા હતા જેમાં એકનું મોત થયું હતું અને ૧૪ લોકો ઘાયલ થયા હતા
- ૧૨મી મે ૨૦૧૪ના દિવસે ગઢચિરોલી જિલ્લામાં માઓવાદી બ્લાસ્ટ કરાયો હતો જેમાં ૭ના મોત થયા હતા અને બે ઘાયલ થયા હતા
- ૨૮મી ડિસેમ્બર ૨૦૧૪ના દિવસે બેંગ્લોરમાં ચર્ચસ્ટ્રીટમાં બોંબ બ્લાસ્ટ થયા હતા જેમાં ૧નુંમોત થયું હતું અને ૫ ઘાયલ થયા હતા
- ૨૭મી જુલાઈ ૨૦૧૫ના દિવસે પંજાબના ગુરદાસપુર જિલ્લામાં દિનાનગરમાં આતંકવાદી હુમલો કરાયો છે જેમાં ૧૦થી વધુના મોત થયા છે અને અન્ય ઘણા ઘાયલ થયા છે
- બીજી જાન્યુઆરી ૨૦૧૬ના દિવસે પંજાબના પઠાણકોટમાં કરવામાં આવેલા ત્રાસવાદી હુમલામાં ચાર ત્રાસવાદીઓ માર્યા ગયા છે અને ત્રણ જવાન શહીદ થયા છે.
- જૂનમાં પંપોરે પાસે શ્રીનગર જમ્મુ હાઇવે પર સીઆરપીએફના કાફલા ઉપર હુમલો કરાયો હતો જેમાં આઠ જવાન શહીદ થયા હતા અને ૨૦ ઘાયલ થયા હતા
- બીજી જૂન ૨૦૧૬ના દિવસે કરાયેલા હુમલામાં બે જવાન શહીદ થયા હતા
- ત્રીજી જૂન ૨૦૧૬ના દિવસે કરાયેલા હુમલામાં ત્રણ જવાન શહીદ થયા હતા
- ૧૩મી ઓગસ્ટ ૨૦૧૬ના દિવસે હિઝબુલના હુમલામાં આઠ જવાન શહીદ થયા હતા અને ૨૨ જવાન ઘાયલ થયા હતા
- ૧૮મી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે ઉરીમાં આર્મી કેમ્પને ટાર્ગેટ બનાવી કરાયેલા હુમલામાં ૧૭ જવાન શહીદ થયા અને ૧૯ જવાન ઘાયલ થયા
- ત્રીજી ઓક્ટોબર ૨૦૧૬ના દિવસે બારામુલ્લામાં હુમલો કરાયો હતો પરંતુ આમા ખુવારી ટળી હતી
- છઠ્ઠી ઓક્ટોબર ૨૦૧૬ના દિવસે પણ હેન્ડવારામાં રાષ્ટ્રીય રાયફલના કેમ્પ ઉપર હુમલો કરાયો હતો જેમાં પણ ખુવારી ટળી હતી
- ૨૯મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે નાગરોટમાં પણ હુમલો કરાયો હતો જેમાં ૧૦ જવાનોના મોત થયા હતા.
- ૨૪મી એપ્રિલ ૨૦૧૭ના દિવસે સુકમામાં નક્સલીઓએ મોટો હુમલો કર્યો હતો જેમાં ૨૬ના મોત થયા હતા.
- ૭મી માર્ચ ૨૦૧૭ના દિવસે મધ્યપ્રદેશના ભોપાલમાં ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં બ્લાસ્ટ કરાયો હતો જેમાં ૧૦ ઘાયલ થયા હતા.
- ૧૧મી જુલાઈ ૨૦૧૭ના દિવસે અનંતનાગમાં અમરનાથ યાત્રીઓને ટાર્ગેટ બનાવીને હુમલો કરાયો હતો જેમાં સાત લોકોના મોત થયા હતા અને છ ઘાયલ થયા હતા.
- ૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે સીઆરપીએફના કાફલા પર કરાયેલા હુમલામાં સીઆરપીએફના ૩૦ જવાનો શહીદ થયા છે અને અનેક જવાનો ઘાયલ થયા છે.