ઓસ્ટ્રેલિયા ટુડેના સમાચાર અનુસાર, મેલબર્નના એક સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરમાં ખાલિસ્તાન સમર્થકોએ હુમલો કરી દીધો છે. ખાલિસ્તાન સમર્થકોએ મંદિરની દિવાલો પર ભારત વિરોધી પેન્ટીંગ બનાવી દીધા છે. મેલબર્નના જે મંદિર પર હુમલો કર્યો છે, તેનું નામ BAPS સ્વામીનારાયણ મંદિર છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, મેલબર્નના મિલ પાર્કના મુખ્ય હિન્દુ મંદિરોમાં સામેલ સ્વામીનારાયણ મંદિરની દિવાલો પર હિન્દુસ્તાન મુર્દાબાદના નારા લખેલા જોઈ શકાય છે. આ હુમલાની નિંદા કરતા બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે કહ્યું છે કે, અમે આ બર્બરતા અને ધૃણાથી ભરેલા હુમલાથી ખૂબ જ દુઃખી અને સ્તબ્ધ છીએ. અમે શાંતિ અને સદ્ભાવ માટે પ્રાર્થના કરીએ છીએ અને ટૂંક સમયમાં વિસ્તૃત નિવેદન જાહેર કરશે.
તેની સાથે જ રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, ખાલિસ્તાન ગ્રુપના એક ભારતીય આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાવાલે પણ વખાણ કર્યા હતા. આપને જણાવી દઈએ કે, ભિંડરાવાલે ખાલિસ્તાની સિખ રાજ્યના વ્યાપક સમર્થક રહ્યા છે. જે ઓપરેશન બ્લૂ સ્ટાર દરમિયાન માર્યો ગયો હતો. નોર્દર્ન મેટ્રોપોલિટન રીઝનના લિબરલ સાંસદ ઈવાન મુલ્હોલેંડે દ ઓસ્ટ્રેલિયા ટુડેને જણાવ્યુ હતું કે, મંદિર પર આ બર્બરતા વિક્યોરિયાના શાંતિપૂર્ણ હિન્દુ સમુદાય માટે ખાસ કરીને આ પવિત્ર સમયમાં ખૂબ જ પરેશાન કરનારુ છે, મેલબોર્નમાં રહેતા હિન્દુ સમુદાયે પોલીસ અને સાંસદો પાસે એક ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. અહીંના સાંસ્કૃતિક મંત્રી પણ તે જગ્યા સાથે નાતો ધરાવે છે. આ બધુ એક વર્ષથી ચાલી રહ્યું છે. કેરલના હિન્દુ એસોસિએશને પણ આ ઘટનાની નિંદા કરી છે.