દાંતેવાડા : છત્તીસગઢના દાંતેવાડા જિલ્લામાં નક્સલી હુમલા બાદ કેન્દ્ર સરકાર હચમચી ઉઠી છે. ચૂંટણી પંચ પણ ચિંતાતુર છે. કારણ કે, ૧૧મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં છત્તીસગઢની બસ્તર લોકસભા ક્ષેત્રમાં આ વિસ્તાર આવે છે જ્યાં મતદાન યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સહિત સમગ્ર સરકાર નક્સલીઓના હુમલાથી હચમચી ઉઠી છે. નક્સલવાદીઓ દેશના અનેક રાજ્યોમાં હજુ પણ સક્રિય રહ્યા છે જેમાં બિહાર, છત્તીસગઢ, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ તમામ રાજ્યોમાં નક્સલવાદીઓ સામે છેલ્લા ઘણા સમયથી ઓપરેશન ચાલી રહ્યું હોવા છતાં વારંવાર પરિસ્થિતિનો લાભ ઉઠાવીને નક્સલવાદીઓ હુમલા કરવામાં સફળ સાબિત થાય છે.
નક્સલવાદીઓના મોટા ગઢ તરીકે સુકમાને ગણવામાં આવે છે. સુકમામાં વિતેલા વર્ષો પણમાં પણ કેટલાક હુમલા થઇ ચુક્યા છે. નક્સલીઓએ અગાઉ પણ આવો જ એક હુમલો કર્યો હતો જેમાં ૨૫ જવાન શહીદ થયા હતા. સીઆરપીએફના જવાનો નક્સલ વિરોધી ઓપરેશનમાં લાગેલા છે અને તેમના દ્વારા જ નક્સલવાદીઓ ઉપર અંકુશ મુકવાના પ્રયાસ થઇ રહ્યા છે. આવા સમયમાં નક્સલીઓના નિશાના પર સીઆરપીએફના જવાનો રહ્યા છે. ૨૫મી મે ૨૦૧૩ના દિવસે જ પણ સુકમામાં જ ૧૦૦૦ નક્સલીઓની ટોળકીએ કોંગ્રેસની પરિવર્તન યાત્રા ઉપર હુમલો કરી દીધો હતો જેમાં કોંગ્રેસના નેતા વિદ્યાચરણ શુક્લા, મહેન્દ્રકુમાર કર્મા, નંદકુમાર પટેલ સહિત ૨૫ લોકોના મોત થયા હતા.