ડિફેન્સ માટે બુલેટપ્રૂફ હેલ્મેટનું ઉત્પાદન કરવા તૈયાર Atmastco Ltd ફેબ્રુઆરી 2024 માં તેનો SME IPO ખોલશે

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

ઍટમાસ્ટકો પાસે રૂ. 700 કરોડથી વધુના ઓર્ડર બુક છે.

કંપની ડિફેન્સ માટે બુલેટપ્રૂફ હેલ્મેટનું ઉત્પાદન કરવા તૈયાર છે, જેમાં મહિલા સૈનિકો માટે વિશિષ્ટ ગિયરનો સમાવેશ થાય છે.

ઍટમાસ્ટકો સૌર ઉર્જાનો ઉપયોગ કરવા અને એન્વાયર્મેન્ટલ રિલીઝ કેટેગરી (ERC) દ્વારા લેન્ડસ્કેપ બદલવા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે.

ઍટમાસ્ટકો લિમિટેડ, એક અગ્રણી એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC)કંપની, આ વર્ષે ફેબ્રુઆરીમાં સબસ્ક્રિપ્શન માટે તેની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO)ખોલવાની જાહેરાત કરીને ખુશ છે. ભિલાઈ, છત્તીસગઢમાં મુખ્યમથક ધરાવતી, કંપની 73,05,600ઈક્વિટી શેર ઓફર કરી રહી છે, જેમાં 54,80,000ઈક્વિટી શેરનો સમાવેશ ફ્રેશ ઈશ્યુ તરીકે અને 18,25,600ઈક્વિટી શેર ઓફર ફોર સેલ (OFS)દ્વારા કરવામાં આવે છે. ઍટમાસ્ટકો લિમિટેડ NSE EMERGEપર લિસ્ટેડ થશે.

Atmastco LOGO 1

હાલના અને નવા કરારો પર કાર્યક્ષમતા વધારવા માટે EPC સેક્ટરમાં ટેક્નોલોજી સોલ્યુશન્સના પ્રદાતા બનવા માટે IPO માંથી મળેલી રકમનો ઉપયોગ ચાલુ મૂડીની જરૂરિયાતો અને લોનની ચુકવણી માટે કરવામાં આવશે. EPC સેક્ટરમાંથી જે નફો થાય છે તેનો ઉપયોગ તેની પેટાકંપની ઍટમાસ્ટકો ડિફેન્સ સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા સપ્ટેમ્બર 2024 સુધી ડિફેન્સ સિસ્ટમના ઉત્પાદનમાં કરવામાં આવશે.

રૂ. 720 કરોડથી વધુની કિંમતના ચાલુ પ્રોજેક્ટ્સ સાથે, કંપની છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોથી સતત નફામાં રહી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2022-23માં અગાઉના નાણાકીય વર્ષની સરખામણીમાં આવકમાં નોંધપાત્ર 156% વધારો નોંધાવ્યો હતો. કંપનીના મુખ્ય પ્રમોટર્સ શ્રી સુબ્રમણ્યમ સ્વામીનાથન ઐયર, શ્રી વેંકટરામન ગણેશન અને શ્રીમતી જયસુધા ઐયર છે, જેમને ત્રણ દાયકાથી વધુનો અનુભવ છે. શ્રી સુબ્રમણ્યમ સ્વામીનાથન, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું હતું કે, “મને 1988થી અમારી કંપનીના વારસા પર ગર્વ છે, જેમાં 90થી વધુ પુરા થયેલા કોન્ટ્રાક્ટ અને રૂ.700કરોડથી વધુના ઓર્ડર બુક છે. સમગ્ર ભારતમાં હાજરી, 24,000ટનથી વધુની વાર્ષિક ક્ષમતા અને 250 થી વધુ કર્મચારીઓના સમર્પિત કાર્યબળ સાથે, અમે અમારા ઉદ્યોગમાં મુખ્ય આધાર છીએ. શ્રેષ્ઠતા અને સ્કેલ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અમને સ્થાપિત ક્ષમતામાં દેશના લીડરોમાંના એક બનાવે છે.”

Atmastco Ongoing project

કંપનીની ESG પહેલનો ઉલ્લેખ કરતાં, શ્રી સુબ્રમણ્યમ સ્વામીનાથને ઉમેર્યું કે, “કંપનીની લગભગ 75-80% મુખ્ય વીજ જરૂરિયાત સૌર ઊર્જા દ્વારા પૂરી પાડવામાં આવે છે. કંપનીની ટેક્નોલોજીમાં સુધારો કરીને અને ERC ટેક પ્લેટફોર્મ પર ધ્યાન આપીને ERC પર્યાવરણમાં પરિવર્તન લાવી રહી છે.” ઍટમાસ્ટકો ડિફેન્સ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીના ડિરેક્ટર શ્રી સ્વામીનાથન વિજય ચંદર ઐયરે કમેન્ટ કરી કે: અમને જાહેરાત કરતાં આનંદ થાય છે કે અમારી કંપની તાજેતરમાં સંરક્ષણ સંશોધનના ક્ષેત્રમાં પ્રવેશી છે. આ પગલું ડિફેન્સ સામગ્રીના ક્ષેત્રમાં તકનીકી ક્ષમતાઓને વધારવાની અમારી પ્રતિબદ્ધતાનો સંકેત છે. આ યાત્રામાં, અમારા ઉત્પાદનો રાષ્ટ્રીય સુરક્ષામાં સુધારો કરવાના અમારા સહિયારા ધ્યેયમાં સહજતાથી બંધબેસે તેની ખાતરી કરવા માટે અમે ઇનૉવેશનનો ઉપયોગ કરવા અને પ્રગતિને આગળ વધારવા માટે તૈયાર છીએ.”

શ્રી વિજય ચંદર અય્યરે વધુમાં જણાવ્યું હતું કે, “2020માં, અમે મહિલા સંરક્ષણ કર્મચારીઓ માટે વિશિષ્ટ સુરક્ષા ગિયર્સ સહિત સૈન્ય માટે વિશ્વમાં શ્રેષ્ઠ એવા બુલેટપ્રૂફ જેકેટ્સ, હેલ્મેટ અને ફુલ બોડી પ્રોટેક્ટરનું ઉત્પાદન કરવા માટે ઍટમાસ્ટકો ડિફેન્સ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી હતી. અમારું ધયેય આપણા રક્ષકો માટે બને તેટલું શ્રેષ્ઠ રક્ષણ પૂરું પાડવાનું છે.” ઍટમાસ્ટકો લિમિટેડ પાસે રેલ્વે મંત્રાલય અને ઊર્જા અને સ્ટીલ ક્ષેત્રની મોટી કંપનીઓ સહિત મૂલ્યવાન ગ્રાહકો છે. ઇશ્યૂના લીડ મેનેજર એફિનિટી ગ્લોબલ કેપિટલ માર્કેટ પ્રાઇવેટ લિમિટેડ છે, જ્યારે કેમિયો કોર્પોરેટ સર્વિસિસ લિમિટેડ ઇશ્યૂ માટે રજિસ્ટ્રાર તરીકે કામ કરશે. ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ (DP) ને નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા પહેલેથી જ મંજૂરી આપવામાં આવી છે અને કંપની ટૂંક સમયમાં ગમે ત્યારે ઇશ્યૂ ખોલવાની યોજના બનાવી રહી છે.

Share This Article