પૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીને દિલ્હીના એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભાજપ તરફથી કહેવામાં આવ્યુ છે કે, તેમને રુટિન ચેક-અપ માટે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેનીય છે કે, વાજપેયી સાહેબની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ છે. ડોક્ટરની સલાહથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનું ચેક-અપ એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલરીયાની દેખરેખમાં થશે. પહેલા રુટિન ચેક-અપ અટલજીના ઘરે જ થતુ હતુ, પરંતુ આ વખતે તેમને હોસ્પિટલ લાવવાની જરૂર પડી છે. એમ્સ પ્રમાણે અટલજીની તબિયત સારી છે. તેમના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.
93 વર્ષના અટલજી ડિમેંશિયા નામની બિમારીથી લડી રહ્યા છે. 2009થી અટલજી વ્હીલચેર પર જ છે. થોડા સમય પહેલા જ તેમને ભારત સરકારે ભારત રત્ન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની તબિયત છેલ્લા ઘણા સમયથી સારી રહેતી નથી.
તમને જણાવી દઇએ કે, અટલજી 1991, 1996, 1998, 1999, 2004માં લોકસભા સદસ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. અટલજી પ્રધાનમંત્રી તરીકેની ફરજ પૂર્ણ કરનારા બિનકોન્ગ્રેસી નેતા છે. 25 ડિસેમ્બર 1924ના રોજ જન્મેલ અટલજીએ ભારત છોડો આંદોલનથી 1942માં રાજનિતીમાં પગ મૂક્યો હતો.