સુરતની વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં કામસૂત્રની વાર્તા, મિત્રની પ્રેમ કહાની, આચાર્યો અને પ્રોફેસરો માટે ગાળો લખી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read
File 02 Page 02

છ વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક્‌સ આપી ૫૦૦ રૂપિયાની પેનલ્ટી કરાઈ
સુરત : સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની વિચિત્ર હરકત સામે આવી છે. બીકોમ-બીએની પરીક્ષામાં લેવાયેલી પરીક્ષામાં છ વિદ્યાર્થીઓએ મોટા કાંડ કર્યાં. ૬ વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં કામસૂત્રની વાર્તા, મિત્રની પ્રેમ કહાની, આચાર્યો અને પ્રોફેસરો માટે ગાળો લખી હતી. સમગ્ર મામલો બહાર આવ્યા બાદ તમામનું મેડિકલ પ્રોફેસરોની હાજરીમાં હિયરિંગ કરાયુ હતું. છ વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક્‌સ આપી 500 રૂપિયાની પેનલ્ટી કરાઈ. તેમજ વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ કબૂલી લેખિતમાં માફી માંગી. સુરતમાં આવેલી વીર નર્મદ યુનિવર્સિટીની બેચરલ ઓફ કોમર્સ અને બેચલર ઓફ આર્ટ્‌સની મુખ્ય જાહેર પરીક્ષામાં ગયા મહિને યોજાઈ હતી. જેમાં છ વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં પ્રશનોના જવાબને બદલે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. છ વિદ્યાર્થીઓમાંથી એકે મહિલા પ્રોફેસરો તથા આચાર્યો માટે અપશબ્દો લખ્યા હતા. તો કેટલાકે ઉત્તરવહીમાં કામસૂત્રની વાર્તા, મિત્રની પ્રેમ કહાની લખી હતી. આ બાદ ભારે ઉહાપોહ મચી ગયો હતો. સમગ્ર મામલો બહાર આવ્યા બાદ તમામ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ કબૂલી હતી. સાથે જ લેખિતમાં માફી પણ માંગી હતી તેવું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ના વાઈસ ચાન્સેલક ડો. કિશોરસિંહ ચાવડાએ માહિતી આપી. આ ઘટના બાદ યુનિવર્સિટીએ પોતાના નિયમો બદલ્યા છે. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષામાં પ્રશ્નના જવાબ લખવામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરશે તો પછી તેને રૂ. 1,000ની પેનલ્ટી થશે. તે સાથે જ વિદ્યાર્થીએ માનસિક રીતે સ્વસ્થ હોવાનું સર્ટિફીકેટ પણ રજૂ કરવું પડશે, તો જ આ વિદ્યાર્થીઓ આગામી પરીક્ષાનું ફોર્મ ભરી શકશે.

TAGGED:
Share This Article