બાળકોમાં દમ તેમજ અસ્થમાનું પ્રમાણ ૧૦-૧૫ ટકા સુધી વધ્યુ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

અમદાવાદ:  પાછલા કેટલાક વર્ષોની સરખામણીમાં ગુજરાત સહિત ભારતમાં નાના બાળકોમાં દમ-અસ્થમાનું પ્રમાણ દસથી પંદર ટકા વધ્યું છે. વિશ્વભરમાં આજે ૩૦ મિલિયનથી વધુ લોકો દમ-અસ્થમાના હઠીલા રોગથી પીડાઇ રહ્યા છે, જેમાંથી દસ ટકા લોકો તો ભારતમાં જ પીડાય છે.

દમ-અસ્થમા સાથે જાડાયેલી ખોટી ગેરમાન્યતાઓ લોકોમાંથી દૂર કરવા અને તેની ઇનહેલેશન થેરાપી સહિતની સારવારને લઇ આ હઠીલા રોગને ચોક્કસપણ નિયંત્રણમાં રાખી શકાય છે અને સુખરૂપ જીંદગી જીવી શકાય છે તેવા સંદેશા સાથે સિપ્લા દ્વારા બેરોકઝિંદગી યાત્રા અને બ્રીધ ફ્રી નો નવતર પ્રયોગ હાથ ધરાયો છે તે ખરેખર સરાહનીય અને લોકજાગૃતિ માટે આશીર્વાદસમાન છે એમ અત્રે શહેરના જાણીતા પિડીયાટ્રિશિયન અને લીટલ ફલાવર નીઓનેટલ એન્ડ પિડીયાટ્રિક હોસ્પિટલના ડો.મિનોલ અમીન અને શેલ્બી હોસ્પિટલના ચેસ્ટ ફીઝીશીયન ડો.મિનેષ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, અસ્થમા અને ઈનહેલેશન થેરપી વિશે લોકોનું પરિપ્રેક્ષ્ય બદલવાનું અત્યંત મહત્વપૂર્ણ છે. ઈનહેલેશન ઉપચાર લોકોના જીવનમાં અસ્થમાનો પ્રભાવ ઓછો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ત્યારે તે અપનાવવાનું બહુ અગત્યનું બની જાય છે.

ઈનહેલ કરેલી દવાઓથી ફેફસાં સુધી સીધી જ દવા પહોંચવામાં મદદ થાય છે. જોકે દર્દીઓએ તેનો સંપૂર્ણ લાભ લેવા માટે મુકરર અનુસાર ઉપચાર અપનાવવો જરૂરી છે. શહેરના જાણીતા પિડીયાટ્રિશિયન અને લીટલ ફલાવર નીઓનેટલ એન્ડ પિડીયાટ્રિક હોસ્પિટલના ડો.મિનોલ અમીન અને શેલ્બી હોસ્પિટલના ચેસ્ટ ફીઝીશીયન ડો.મિનેષ પટેલે વધુમાં ઉમેર્યું કે, ઈનહેલેશન થેરાપી લક્ષણો નિવારવામાં અને તેનાથી રાહત  આપવામાં અને તે ઊથલો નહીં મારે તેના સહિત અસ્થમા પર કાબૂ રાખવાનું કામ કરે છે.  ભારતમાં દર્દીઓ ઘણીવાર અધવચ્ચે જ ઈનહેલેશન થેરપી બંધ કરી દેતા હોય છે, જેને લીધે આ રોગ કાબૂમાં લેવાનું મુશ્કેલ બની જાય છે. આ તમામ બાબતો અને પાસાઓને લઇ લોકોમાં જાગૃતિ કેળવાય અને દમ-અસ્થમામાં ઇનહેલેશન થેરાપીની મહત્તમ સ્વીકૃતિ થાય તે માટે સિપ્લા દ્વારા આ નવતર પ્રયોગ અંતર્ગત બ્રીધ ફ્રી અને બેરોકઝિંદગીયાત્રાની અમદાવાદ, ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચલાવાઇ રહી છે.

ગુજરાતમાં આ ઝુંબેશ તા.૧૫મી ડિસેમ્બરથી શરૂ થઇ છે અને તે તા.૨૯મી જાન્યુઆરી સુધી ચાલશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં દહેગામ-બહિયલ, ઉવારસદ, ચીલોડા, કઠવાડા, મણિનગર, જૂહાપુરા, વાંચ, સરઢવ સહિતના વિસ્તારોમાં બેરોકઝિંદગી યાત્રાએ લોકોને જાગૃતતા ફેલાવવાનું અને ઇનહેલેશન થેરાપી વિશે સમજાવવાનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે. ગ્લોબલ ડબર્ડન ૨૦૧૬ અનુસાર ભારત અસ્થમા (સંપૂર્ણ સંખ્યા)નું પ્રવર્તમાન અને અસ્થમા મરણાધીનતા (સંપૂર્ણ સંખ્યા)ની બાબતમાં ચીન પછી બીજા ક્રમે છે. ડો.મિનોલ અમીન અન ડો.મિનેષ પટેલે એ બાબતે પણ ધ્યાન દોર્યું કે, દમ-અસ્થમાથી પીડિત બોલીવુડ હીરોઇન પ્રિયંકા ચોપરા આ ઝુંબેશમાં બ્રાન્ડ એમ્બેસેડર છે, તો લોકોએ તેનામાંથી પ્રેરણા લઇ ઇનહેલેશન થેરાપી પ્રત્યનો અણગમો દૂર કરી તેને અપનાવી ખુશહાલ જીવન જીવવું જાઇએ. હવે વૈશ્વિક સ્તરે એ સ્વીકાર થયો છે કે અસ્થમાની દવા તરીકે ઈનહેલેશન સૌથી ઉત્તમ અને સુરક્ષિત રીત છે, કારણ કે તે તમારાં ફેફસાંમાં સીધું પહોંચે છે અને તાત્કાલિક કામ શરૂ કરે છે. જોકે તમે ગોળી અથવા સિરપ લેતા હોય તો દવાને પેટમાંથી લોહીમાં અને ત્યાંથી ફેફસામાં જવા માટે સમય લાગે છે. આથી તેની અનેક આડઅસરો પેદા થઈ શકે છે. અત્રે નોંધનીય  છે કે ઈનહેલેશન થેરપીમાં સિરપ અથવા ગોળીઓ કરતાં ૨૦ ગણી સુધી ઓછી માત્રાની જરૂર પડે છે.

 

Share This Article