આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, “વાસ્તવિકતા છે લવ જેહાદ”

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું છે કે ‘લવ જેહાદ’ એક વાસ્તવિકતા છે. શ્રદ્ધા વોકરની ઘાતકી હત્યાએ પણ આ વાત સાબિત કરી છે. તેણે કહ્યું કે શ્રદ્ધાનો કેસ લવ જેહાદનો જીવતો જાગતો પુરાવો છે. આફતાબના પોલીગ્રાફ ટેસ્ટમાં પણ આ વાતનો પુરાવો છે. તેણે ટેસ્ટમાં કહ્યું છે કે આ હત્યા તેના માટે સ્વર્ગનો રસ્તો ખોલશે. આ અંગે એક અહેવાલ પણ છે. નોંધપાત્ર વાત એ છે કે તેણે બે દિવસ પહેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે શ્રદ્ધા હત્યા કેસમાં લવ જેહાદના તત્વો હાજર છે.

તમને જણાવી દઈએ કે, આખા દેશને હચમચાવી દેનારા આ મર્ડર કેસનું રહસ્ય ત્યારે સામે આવ્યું જ્યારે શ્રદ્ધાના પિતાએ પુત્રીને લઈને કેસ દાખલ કર્યો. ૧૦ નવેમ્બરે પોલીસે મૃતકના પિતા વિકાસ વોકરની ફરિયાદ પર FIR નોંધી હતી. પોલીસે તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલાની ધરપકડ કરી હતી. જે બાદ ચોંકાવનારા રહસ્યો ખુલવા લાગ્યા. અને ત્યારબાદ બંને દિલ્હીના છતરપુરમાં ભાડાના ફ્લેટમાં રહેવા લાગ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે લિવ-ઇન પાર્ટનર આફતાબે ૧૮ મેના રોજ જ શ્રદ્ધાની હત્યા કરી હતી. ત્યારબાદ તેણે મૃતકના શરીરના ટુકડા કરી ફ્રીઝમાં રાખ્યા હતા. તે ધીમે ધીમે જુદી જુદી જગ્યાએ ગયો અને આ ટુકડાઓ મૂકવા લાગ્યો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આફતાબે પોલીગ્રાફ ટેસ્ટ એટલે કે લાઇ ડિટેક્ટર ટેસ્ટમાં પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. તેણે શ્રદ્ધાની હત્યા કરી લાશના ટુકડા કરી જંગલમાં ફેંકી દીધાની કબૂલાત કરી છે. આફતાબે જણાવ્યું કે સંબંધોમાં શંકાને કારણે શ્રદ્ધા તેમનાથી દૂર જવા માંગતી હતી, જેના કારણે તેણે તેની હત્યા કરી નાખી. શ્રદ્ધાની હત્યાના ૧૨ દિવસ બાદ જ આફતાબ ડેટિંગ એપ દ્વારા એક નવી છોકરીના સંપર્કમાં આવ્યો, જે પાછળથી તેની ગર્લફ્રેન્ડ બની ગઈ.

Share This Article