અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)ખાતે એજ્યુકેશનના સંચાલકે પોતાના વિદ્યાર્થીઓ માટે C2C અંતર્ગત એક સેમીનાર નું આયોજન કર્યું. જેમાં કોમર્સ પ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી CA, CS, અને MBA જેવી ડીગ્રી વિશેની માહિતી આપવામાં આવી. અંદાજે 120 થી વધુ વિદ્યાર્થીઓએ ઉમળકા ભેર ભાગ લીધો હતો. સંચાલક અલ્પેશ ભાઈ ઠક્કરના કહેવા મુજબ, ભારત જ્યારે વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે વિકાસના પંથે પોતાની સંસ્થાના વિદ્યાર્થીઓનો સિંહ ફાળો હોય તે બાબતે તેઓને તૈયાર કરવાનો હેતુ છે , આ સેમિનારમાં ક્લાસ ટુ કેરિયર ના પ્રોજેક્ટને વધુ વિગતે સમજાવતા અલ્પેશ ઠક્કર કહે છે કે ક્લાસની ચાર દીવાલોમાં આપવામાં આવતું શિક્ષણ વિદ્યાર્થીના ભવિષ્યને કેવી રીતે ઉજવળ બનાવશે તે બાબતે જરૂરી માર્ગદર્શન આપવા માટે આ એક શરૂઆત કરવામાં આવી છે.
હિટવેવથી બચવા સાવચેતી રાખવા શું કાળજી રાખવી, રાખો માત્ર આટલું ધ્યાન
માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ વગેરે જેવાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગનો અનુરોધ હાલમાં...
Read more