બિગ બોસ-૧૩ના ઘરમાં નવા નવા ઝગડા દરરોજ થઇ રહ્યા છે. જેના કારણે ચાહકોમા પણ ઉત્તેજના જો વા મળી રહી છે. બિગ બોસ-૧૩ જેમ જેમ તેના પૂર્ણાહુતિના તબક્કામા છે તેમ તેમ કોણ બાજી મારશે તેને લઇને ચર્ચા જોવા મળી રહી છે. બિગ બોસ-૧૩ના ઘરમાં ચાલી રહેલી લડાઇ વચ્ચે કોઇ એક હિસ્સામાં પ્રેમ પણ જોવા મળે છે. એકબાજુ આસીમ અને સિદ્ધાર્થ શુક્લાની લડાઇની ચર્ચા ચારેબાજુ જોવા મળે છે. જ્યારે બીજી બાજુ આસીમ ઘરમાં જ પ્રેમમાં પમ પડી રહ્યો છે.
શુક્રવારના દિવસે શેફાલીએ તેને પ્રેમની કબુલાત કરી લેવા માટે પણ કહ્યુ હતુ. અમે હાલમાં હિમાંશી ખુરાનાની વાત કરી રહ્યા છીએ. આસીમ ધીમે ધીમે હિમાંશીની નજીક જઇ રહ્યો છે. હિમાંશી પણ શેફાલીને કહે છે કે તે આસીમને મિત્રની જેમ પસંદ કરવા લાગી ગઇ છે. હિમાંશી કહે છે કે જ્યારે તેની તબિયત ખરાબ થઇ ગઇ હતી ત્યારે આસીમે તેની ખુબ મદદ કરી હતી. તે તેની કાળજી રાખી રહ્યો હતો. તેને એ વખતે જ સમજાઇ ગયુ હતુ કે તે સારા મિત્ર બનવા લાયક છે.
બીજી બાજુ શેફાલી આસીમને કહી ચુકી છે કે તે હિમાંશી સમક્ષ તેના પ્રેમને જાહેર કરી શકે છે. આસીમ કહે છે કે તે એમ કરી શકે તેમ નથી. જોકે આસીમે મોડેથી વાતને પલટી કાઢતા કહ્યુ હતુ કે તે હિમાંશીને પ્રેમ કરતો નથી. જોકે હાલમાં બંનેના પ્રેમ પ્રકરણની ચર્ચા ચારેબાજુ જોવા મળી રહી છે.