અમદાવાદ : આપણું નામ આપણે જે કામ કરી રહ્યા છીએ તેની સાથે મજબૂતીથી સંકળાયેલું છે. કોઈપણ તેના નામને બદનામ કરેતેવી નબળી ગુણવત્તાના કામ સાથે જોડાવા માગતું નથી. બજારમાં જેમના કામ તેમના નામ અને પ્રતિષ્ઠા સાથે જોડાયેલા છે તેવા એપ્લિકેટર્સ અને કોન્ટ્રાક્ટર્સ માટે આ વાત વધુ મહત્વની બની રહે છે. આ સમજ સાથે અગ્રણી ડેકોર કંપની એશિયન પેઈન્ટ્સે તેના એડેસિવ ઉત્પાદનો માટે એકદમ નવી ડિજિટલ ફિલ્મ લોન્ચ કરી છે.
નવી બ્રાન્ડ ફિલ્મનું ટાઈટલ સ્ક્રીમિંગ ફર્નિચર છે. નવાઝુદ્દીન સિદ્દિકીને દર્શાવતી આ ફિલ્મ મેકકેન ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. તે સર્જનાત્મક રીતે દર્શાવે છે કે કેવી રીતે તમે કરેલું નબળું કામ પૂરું થયા પછી પણ તમારો પીછો છોડતું નથી જ્યારે તમે ખૂબ જ સારું કામ કરો તો બજારમાં તમારી પ્રતિષ્ઠા વધે છે. આ ફિલ્મ બ્રાન્ડ જેના માટે પ્રખ્યાત છે તે પ્રોફેશનલિઝમ અને ઉત્કૃષ્ટ કારીગરી દર્શાવે છે, જેના માટે કોઈપણ સમાધાન વિના સખત મહેનતની જરૂર પડે છે. બ્રાન્ડનું લેટેસ્ટ અભિયાન તેના ગ્રાહકોને તે કેટલી સારી રીતે સમજે છે તે દર્શાવે છે. ૧૯ સેકન્ડની ફિલ્મની સાથે આ વિચાર પ્રિન્ટ, આઉટડોર, રેડિયો સ્પોટ્સ, ડિજિટલ જાહેરાતો અને ઓન-ગ્રાઉન્ડ પ્રવૃત્તિઓ મારફતે પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. નવી ડિજિટલ ફિલ્મ અંગે વાત કરતાં એશિયન પેઈન્ટ્સ લિમિટેડના સીઓઓ અમિત સિંગલેએ જણાવ્યું હતું કે, તેના લોન્ચિંગના સમયથી એશિયન પેઈન્ટ્સ એડેસિવ રેન્જ હંમેશા તેના નવીન અને હાઈ-પરફોર્મન્સ ઉત્પાદનોની રેન્જ મારફત ગ્રાહકો અને એપ્લિકેટર્સ સમક્ષ આધુનિક અને પ્રગતિશીલ પસંદગી ચોઈસતારાકિકિ પૂરી પાડે છે. આ નવી ફિલ્મ સાથે લક્ષ્યાંકિત સેગ્મેન્ટમાં અમારી સ્થિતિને વધુ મજબૂત કરવાનો અમારો આશય છે.
આ ફિલ્મ મનોરંજક છે. તે બ્રાન્ડનો સંદેશ અને સર્જનાત્મક્તાને ખૂબ જ સારી રીતે રજૂ કરે છે, જે એવો સંદેશ આપે છે કે બજારમાં પ્રતિષ્ઠા મેળવવા માટે એકદમ યોગ્ય કામગીરી ખૂબ જ મહત્વની છે. અને એશિયન પેઈન્ટ્સ એડેસિવ્સ સાથે તમે હંમેશા ખૂબ જ કામ કરી શકશો. મેકકેન મુંબઈના એક્ઝિક્યુટિવ વીપી અને જીએમ સુરજ કિશોરે જણાવ્યું હતું કે, એક કેટેગરી તરીકે એડેસીવ્સ ખરબચડી અને ભેજવાળી જગ્યા પર લાંબા સમય સુધી ટકી રહે છે.
પેઈન્ટ્સ તરીકે અમારા એડેસીવ્સમાં મહત્વનો તફાવત એ છે કે તે સુથારને માત્ર કામ કરવામાં જ નહીં પરંતુ ઉત્કૃષ્ટ કામ કરવામાં મદદરૂપ થાય છે. આ મુદ્દાને જીવંત બનાવતા અમારું અભિયાન સર્જનાત્મક રીતે એ વિચારને રજૂ કરે છે કે એશિયન પેઈન્ટ્સ એડેસીવ્સનો ઉપયોગ નહીં કરતાં એક નબળા કામ માટે તમને યાદ રાખવામાં આવે છે. આ ફિલ્મ દર્શાવે છે કે ફર્નિચર બનાવ્યા બાદ જ્યારે પણ તે ઘોંઘાટ કરે છે ત્યારે પ્રત્યેક વખતે આપણે તે બનાવવા વપરાયેલા એડેસિવ્સને નહીં, પરંતુ સુથારને જવાબદાર ગણાવીએ છીએ. ફિલ્મ મનોરંજક રીતે સંદેશ રજૂ કરે છે. અમે કેટેગરીના નિયમો ફરીથી લખવા અને એશિયન પેઈન્ટ્સ એડેસીવ્સને માત્ર સામાન્ય કામગીરીના લાભના બદલે ડિઝાઈન અને ડેકોરના સમાનાર્થી બનાવવા માટે રોમાંચિત છીએ.