અમદાવાદ : વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય ફ્રેન્ચાઈઝ આધારીત સ્પોર્ટીંગ લીગ્સ પૈકીની એક એવી આઈપીએલમાં ટોચની પેઈન્ટ અને ડેકોર કંપની એશિયન પેઈન્ટસે કોલકતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) સાથે પોતાના સત્તાવાર એસોસિએશનની ઘોષણા કરી છે. આ વર્ષમાં તેની ૧૨મી એડિશન સાથે આઈપીએલ વિશ્વભરમાં પ્રીમિયર અને સોથી વધુ જોવાતી ૨૦ લીગ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકી છે. ઉચ્ચ ગુણવત્તાસભર ક્રિકેટ અને શ્રેષ્ઠ ખેલાડીઓ તેમજ પ્રતિભાઓ માટે જાણીતી એશિયન પેઈન્ટસ વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ અને લોકપ્રિય કેકેઆર ટીમ સાથે જોડાઈને પોતાની દૃશ્યતા અને અસર વધારશે. આ એસોસિએશનથી એશિયન પેઈન્ટસની ઓન ગ્રાઉન્ડ અને ઓન એર હાજરી જોવા મળશે અને નેટવર્ક તેમજ ગ્રાહકો માટે ઘણી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
લીડ ટ્રાઉઝર સ્પોન્શરશીપને કારણે આ બ્રાન્ડને લીગ દરમિયાન બહુવિધ બ્રાન્ડ વિજ્ઞાપનોનાં ઝુમખામાંથી બહાર નીકળવામાં સફળતા મળશે. વધારાના એશિયન પેઈન્ટસ દ્વારા બે મીટ એન્ડ ગ્રીટસ કાર્યક્રમો તેના અગ્રણી સ્ટેક હોલ્ડર્સ માટે કેકેઆર ટીમનાં ખેલાડીઓ સાથે યોજવામાં આવ્યા છે. પૂર્વ ભારતનાં લોકો મજબુત ખેલરસિકો છે. આથી એશિયન પેઈન્ટસ આ એસોસિએશનનો ઉપયોગ ગ્રાહકો, ડિલર્સ નેટવર્ક, એઈડસ અને કોન્ટ્રાકટર્સ સાથે વધુ દૃઢ થવામાં કરશે. એએમજે ક્વાર્ટર દરમિયાન આ સ્પોન્શરશીપ બ્રાન્ડ માટે સ્થિર અને પહોંચાય તેવી અસર અને દૃશ્યતાને સર્જન કરે તેવી ધારણા છે. એશિયન પેઈન્ટસ લિ.નાં સીઓઓ શ્રી અમિત સિંગલએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ૧૨મી આઈપીએલ એડિશનમાં અમને આઈપીએલ અને કોલકતા નાઈટ રાઈટર્સ સાથે જોડાતા ઘણો આનંદ થાય છે. અમને વિશ્વાસ છે કે અમારું આ એસોસિએશન સફળ બની રહેશે.
આઈપીએલ તે વર્ષોથી પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ છે, જેમાં મોટા પાયે બ્રાન્ડ જોડાણો અને દૃશ્યતા જોવા મળે છે. ટી૨૦ ટુર્નામેન્ટમાં કેકેઆરની ગણના મહત્વની ટીમ તરીકે થાય છે. અમારા એસોસિએશનને કારણે અમારા ગ્રાહકો સાથેનું અમારું જોડાણ વધુ સુદૃઢ થશે. કોલકતા નાઈટ રાઈડર્સનાં એમડી અને સીઈઓ શ્રી વેંકી મૈસુરે જણાવ્યું હતું કે, અમારી સાથે એશિયન પેઈન્ટસ જેવી મોટી બ્રાન્ડ જોડાતા આનંદની લાગણી થાય છે. કોલકતા નાઈટ રાઈડર્સમાં અમે વિશ્વસનીય બ્રાન્ડસ સાથે કાર્ય કરીએ છીએ કે, જે પાર્ટનરશીપમાં ઘણી મુલ્યવર્ધિતા લાવે. એશિયન પેઈન્ટસ તે આ દિશામાં અન્ય એક મહત્વનું કદમ છે.