જાકાર્તા: એશિયન ગેમ્સની આજે રંગારંગ કાર્યક્રમ વચ્ચે પૂર્ણાહૂતિ થઇ હતી. ઇન્ડોનેશિયાના પાટનગર જાકાર્તામાં આયોજિત ક્લોઝિક સેરેમનીમાં ભારતીય કલાકારો પણ પરફોર્મ કરવા માટે પહોંચ્યા હતા. આ વખતે ભારતે શાનદાર દેખાવ કરીને ઇતિહાસમાં હજુ સુધીનો સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો છે. ભારતે ૧૫ સુવર્ણ, ૨૪ રજત અને ૩૦ કાંસ્ય ચંદ્રક જીતીને આઠમાં સ્થાને રહેવામાં સફળતા મેળવી છે. ૧૯માં એશિયન ગેમ્સમાં ભારતને વધુ સુધારાની તક રહેશે. આગામી એશિયન ગેમ્સમાં હવે ૨૦૨૨માં ચીનમાં યોજાશે. ભારતીય સિંગર સિદ્ધાર્થ અને ઇન્ડોનેશિયા તથા અન્ય દેશોના કલાકારોએ રંગ જમાવ્યો હતો. કોરિયન કલાકારોએ પણ પરફોર્મ કરીને તમામને રોમાંચિત કરી દીધા હતા. ઇન્ડોનેશિયાની ટોપ ગાયિકા દીરા સુગાન્દીએ જારદાર પરફોર્મ કરીને તમામના મન જીતી લીધા હતા. ભારતીય ગાયક સિદ્ધાર્થ અને ઇન્ડોનેશિયાની ડેનેડાની જાડીએ બોલીવુડના સુપરહિટ ફિલ્મના ગીતો રજૂ કર્યા હતા જેમાં કોઇ મિલ ગયા, મેરા દિલ ગયા, તુમ પાસ આયે, જય હો પર પરફોર્મ કરીને તમામનું મનોરંજન કર્યું હતું.
અત્રે નોંધનીય છે કે, એશિયન ગેમ્સના અંતિમ દિવસે પણ ભારતનો જારદાર દેખાવ જારી રહ્યો હતો. એકબાજુ ભારતે ભારતે પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાનને ૨-૧થી હરાવીને એશિયન પુરૂષ હોકીમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. બીજી બાજુ એશિયન ગેમ્સમાં ભારતે જારદાર દેખાવ કરીને હજુ સુધી ૬૯ ચંદ્રકો જીત્યા છે. જેમાં ૧૫ ગોલ્ડ અને ૨૪ સિલ્વર તથા ૩૦ બ્રોન્ઝનો સમાવેશ થાય છે. હોકીની મેચમાં ભારતે શરૂઆતથી જ પાકિસ્તાન ઉપર દબાણ જાળવી રાખવી રાખવામાં સફળતા મેળવી હતી. મેચમાં ચોથા તબક્કામાં પાકિસ્તાન તરફથી એક ગોલ કરવામાં આવ્યો હતો પરંતુ ભારત તરફથી આક્રમક રમત સામે પાકિસ્તાનના ખેલાડીઓ ટકી શક્યા ન હતા.
ભારત તરફથી ત્રીજી મિનિટે આકાશદીપ, ૫૦મી મિનિટે હરમનપ્રીતે ગોલ કર્યા હતા. ટુર્નામેન્ટમાં ચીને સૌથી વધુ મેડલ જીત્યા છે. તેના મેડલોની સંખ્યા ૨૭૩થી ઉપર રહી છે. આ વખતે ભારતે એથ્લેટિક્સમાં સૌથી વધુ ચંદ્રકો પોતાના નામ ઉપર કર્યા છે. ભારતીય ટીમના શાનદાર દેખાવ બદલ રમતગમત મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આ વખતે ખુબ શાનદાર દેખાવ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રમતોને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.