જાકાર્તા: એશિયન ગેમ્સમાં ભારતનો જારદાર દેખાવ ૧૪માં દિવસે પણ જારી રહ્યો હતો. ભારતે પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાનને ૨-૧થી હરાવીને એશિયન પુરૂષ હોકીમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. એશિયન ગેમ્સમાં ભારતે જારદાર દેખાવ કરીને હજુ સુધી ૬૯ ચંદ્રકો જીત્યા છે. જેમાં ૧૫ ગોલ્ડ અને ૨૪ સિલ્વર તથા ૩૦ બ્રોન્ઝનો સમાવેશ થાય છે. આ મેચમાં ભારતે શરૂઆતથી જ પાકિસ્તાન ઉપર દબાણ જાળવી રાખવી રાખવામાં સફળતા મેળવી હતી. મેચમાં ચોથા તબક્કામાં પાકિસ્તાન તરફથી એક ગોલ કરવામાં આવ્યો હતો પરંતુ ભારત તરફથી આક્રમક રમત સામે પાકિસ્તાનના ખેલાડીઓ ટકી શક્યા ન હતા. ભારત તરફથી ત્રીજી મિનિટે આકાશદીપ, ૫૦મી મિનિટે હરમનપ્રીતે ગોલ કર્યા હતા. પાકિસ્તાની ટીમે મેચમાં ચાર પેનલ્ટી કોર્નર મળ્યા હતા પરંતુ ગોલ કરવામાં સફળતા મળી ન હતી.
પાકિસ્તાન તરફથી એકમાત્ર ગોલ મોહંમદ અતીકે કર્યો હતો. અગાઉ આજે ૧૪માં દિવસે ભારતે બે ગોલ્ડ અને એક સિલ્વર પણ પોતાના નામ પર કર્યા હતા. ભારતે અગાઉ ૨૦૧૦માં ચીનના એશિયન ગેમ્સમાં ૬૫ મેડલ જીત્યા હતા. આ રેકોર્ડને તોડીને ભારતનો દેખાવ વધુ સારો રહ્યો હતો. ભારત તરફથી બોક્સર અમિત પંગલ અને ત્યારબાદ બ્રીજમા શિવનાથ સરકાર અને પ્રણવ વર્ધનની જાડીએ ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. ટુર્નામેન્ટમાં હજુ સુધી ૧૨૩ ગોલ્ડ સાથે કુલ ૨૭૩ મેડલ જીતીને ચીન પ્રથમ સ્થાને છે. કોરીયન ગણરાજ્ય ૧૬૫ ચંદ્રક સાથે બીજી અને ઈન્ડોનેશિયા ચોથા ક્રમે છે. દરમિયાન, મહિલા સ્પપોટ્ર્સ ટીમને ફાઈનલમાં હોંગકોંગ સામે હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ બીજી વખત સિલ્વર મેડલ જીતવામાં ભારતીય ટીમ સફળ રહી હતી.
અગાઉ શુક્રવારે ૧૩માં દિવસે પણ જારી રહ્યો હતો. ૧૩માં દિવસે ભારતે ચાર મેડલ પોતાના નામ ઉપર કર્યા હતા જેમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ભારતની મહિલા હોકી ટીમને સિલ્વરથી સંતોષ માનવાની ફરજ પડી હતી. ભારતની જાપાન સામે ૧-૨થી હાર થઇ હતી. ૧૯૯૮ બાદ એશિયન ગેમ્સમાં ભારતીય મહિલાઓએ શાનદાર રમત રમી હતી. આ પહેલા ભારતે ગઈકાલે સેલિંગમાં ત્રણ મેડિલ જીત્યા હતા જેમાં એક સિલ્વર અને બે બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ભારતની વર્ષા ગૌત્તમ અને શ્વેતા સેરવેગરે મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. ભારતની વર્ષા ગૌતમ અને શ્વેતા શેરવેગરે ૧૮મા એશિયન રમતોત્સવમાં શુક્રવાર (૩૧ ઓગસ્ટ)ના રોજ મહિલાઓની ૪૯ એફ એક્સ સેલિંગ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.