જાકાર્તા: એશિયન ગેમ્સમાં ભારતનો જોરદાર દેખાવ ૧૩માં દિવસે પણ જારી રહ્યો હતો. આજે ભારતે ચાર મેડલ પોતાના નામ ઉપર કર્યા તા જેમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ભારતની મહિલા હોકી ટીમને સિલ્વરથી સંતોષ માનવાની ફરજ પડી હતી. ભારતની જાપાન સામે ૧-૨થી હાર થઇ હતી. ૧૯૯૮ બાદ એશિયન ગેમ્સમાં ભારતીય મહિલાઓએ શાનદાર રમત રમી હતી. આ પહેલા ભારતે આજે સેલિંગમાં ત્રણ મેડલ જીત્યા હતા જેમાં એક સિલ્વર અને બે બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ભારતની વર્ષા ગૌત્તમ અને શ્વેતા સેરવેગરે મેડલ જીતવામાં સફળતા મેળવી હતી.
ભારતની વર્ષા ગૌતમ અને શ્વેતા શેરવેગરે ૧૮મા એશિયન રમતોત્સવમાં શુક્રવાર (૩૧ ઓગસ્ટ)ના રોજ મહિલાઓની ૪૯ એફ એક્સ સેલિંગ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારતીય જોડીએ કુલ ૪૪ પોઈન્ટ સાથે સિલ્વર જીત્યો છે. સિંગાપોરની લિમ મિન કિંબ્રલી અને રૂઈની સેસલાએ ૧૫ પોઈન્ટ સાથે ગોલ્ડ જીત્યો હતો. આ ઈવેન્ટમાં થાઈલેન્ડની જોડીને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. હર્ષિતા તોમરે પોતાના નામે બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે. વર્ષા ગૌતમ(૨૦ વર્ષ) અને શ્વેતા શેરવેગર (૨૭ વર્ષ)ની વયની છે. હર્ષિતા તોમરે લેઝર ૪.૭ ઓપન સેલિંગમાં સિલ્વર મેડલ માટે ઉતરી હતી. જેમાં તેણે પોતાના નામે બ્રોન્ઝ મેડલ કર્યો હતો. હર્ષિતા એશિયન રમતોત્સવમાં મેડલ જીતનારી મધ્ય પ્રદેશની સૌથી યુવાન ખેલાડી છે.
ભારતીય એથ્લિટોએ શાનદાર પ્રદર્શન જારી રાખ્યું છે. ૧૨માં દિવસે ભારતે એથ્લેટિક્સમાં બીજા બે ગોલ્ડ સહિત પાંચ ચંદ્રકો જીત્યા હતા. ભારત તરફથી જિન્સન જ્હોન્સને પુરુષોમાં ૧૫૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો તો જ્યારે ૪ટ૪૦૦ મીટર દોડમાં મહિલાએ પાંચમી વખત ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો. પીયુ ચિત્રાએ મિલાઓની ૧૫૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ જીત્યો તો જ્યારે પુરુષોની ૪ટ૪૦૦ રિલે ટીમમાં સિલ્વર ઉપર કબજા જમાવ્યો હતો.