જાકાર્તા: એશિયન ગેમ્સમાં ભારતનો જોરદાર દેખાવ ૧૨માં દિવસે પણ જારી રહ્યો હતો. ભારતીય એથ્લિટોએ શાનદાર પ્રદર્શન જારી રાખ્યું છે. ભારતે એથ્લેટિક્સમાં બીજા બે ગોલ્ડ સહિત પાંચ ચંદ્રકો જીત્યા હતા. ભારત તરફથી જિન્સન જ્હોન્સને પુરુષોમાં ૧૫૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો તો જ્યારે ૪ટ૪૦૦ મીટર દોડમાં મહિલાએ પાંચમી વખત ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો. પીયુ ચિત્રાએ મિલાઓની ૧૫૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ જીત્યો તો જ્યારે પુરુષોની ૪ટ૪૦૦ રિલે ટીમમાં સિલ્વર ઉપર કબજા જમાવ્યો હતો.
આ ઉપરાંત ડિસકસ થ્રોમાં સીમા પુણિયાએ ભારતને બ્રોન્ઝ જીતાડવામાં સફળતા મેળવી હતી. આજે ૧૫૦૦ મીટર દોડમાં જિન્સને ૩.૪૪.૭૨નો સમય કાઢીને ગોલ્ડ જીતવામાં સફળતા મેળવી હતી. ૮૦૦ મીટરમાં ગોલ્ડ જીતનાર ભારતના મનજીત પાસેથી પણ આશા હતી પરંતુ તે ચોથા સ્થાને રહ્યો હતો. ભારતીય ટીમનો દેખાવ શાનદાર રહ્યો છે. પુરુષોની હોકી ટીમને નિરાશા હાથ લાગી હતી. સેમિફાઇનલમાં મલેશિયા સામે ૬-૭થી તેની હાર થઇ હતી. ભારત ટીમને હજુ કાંસ્ય ચંદ્રક જીતવાની તક છે. અગાઉ ૧૧માં દિવસે ભારતનો દિવસ રહ્યો હતો. ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં ભારતે એક પછી એક બે ગોલ્ડ મેડલ જીતી લીધા હતા. પ્રથમ ગોલ્ડ પંજાબના એÂથ્લટ અપરિન્દરસિંહે ત્રિપલ જંપમાં જીત્યો હતો ત્યારબાદ મહિલા હેપ્થટૈથલોનમાં સપના બર્મને કમાલ કરીને ભારતને ૧૧મો સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો.
પંજાબના અમૃતસરના અરપિન્દરે ત્રીજા કુદકો ૧૬.૭૭ મીટર કુદીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સપના બર્મને એથ્લિટમાં દેશને પાંચમો ગોલ્ડ અપાવ્યો હતો. ભારતના હવે ૫૯ મેડલ થઇ ચુક્યા છે. ટ્રેક એન્ડ ફિલ્ડમાં ૭ ગોલ્ડ મેડલ ભારતને મળી ચુક્યા છે જેમાં અગાઉ નિરજ ચોપડા, તેજેન્દરપાલસિંહ, મનજીતસિંહ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યા છે. એથ્લિટ મનજીતસિંહે ટ્રેક ઉપર ધૂમ મચાવી હતી અને એશિયન ગેમ્સમાં પુરુષોની ૮૦૦ મીટર દોડમાં પ્રબળ દાવેદાર ગણાતા પોતાના જ સાથી જિનસન જાન્સનને પાછળ છોડીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
ભારતે આ સ્પર્ધામાં બે મેડલ જીત્યા હતા જેમાં ગોલ્ડ અને સિલ્વરનો સમાવેશ થાય છે. મનજીતને મેડલ માટે દાવેદાર ગણવામાં આવી રહ્યો ન હતો પરંતુ મનજીતે અનુભવી જાન્સનને પાછળ છોડીને એક ૧-૪૬.૧૫ સેકન્ડનો સમય કાઢીને શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. જ્યારે એશિયન ચેમ્પિયનશીપમાં મેડલ વિજેતા જાન્સનને એક મિનટ ૪૬.૩૫ સેકન્ડનો સમય લાગ્યો હતો. ભારતીય હોકી ટીમ હવે બ્રોન્ઝ માટે શનિવારના દિવસે મેદાનમાં ઉતરશે. તે પાકિસ્તાન સામે પણ રમી શકે છે.