જાકાર્તા: એશિયન ગેમ્સ ૨૦૧૮માં આઠમાં દિવસે હજુ સુધી ભારતને પાંચ સિલ્વર મેડલ મળી ચુક્યા છે. શાનદાર દેખાવનો દોર જારી રહ્યો છે. આ પાંચ સિલ્વર મેડલ પૈકી ત્રણ એથ્લેટિક્સમાં મળ્યા છે જે પૈકી હિમાદાસ ૪૦૦ મીટર, મોહમ્મદ અનસ ૪૦૦ મીટર પુરુષ અને દુતી ચંદ ૧૦૦ મીટરમાં સિલ્વર મેડલ જીતી ગયા છે. બે સિલ્વર ઘોડેસવારીમાં મળ્યા છે. આજે પ્રથમ સિલ્વર મેડલ ફવાદ મિર્ઝાએ સિંગલ્સમાં જીત્યો હતો. ત્યારબાદ બીજા સિલ્વર મેડલ ટીમ ગેમમાં જીત્યો હતો.
સાયના નેહવાલ અને પીવી સંધુની જોડીએ ડબલ્સમાં સેમિફાઇનલમાં પહોંચીને ઇતિહાસ સર્જ્યો હતો. આ ઉપરાંત તિરંદાજીમાં પણ ભારતે ફાઈનલમાં પહોંચીને કુલ ત્રણ મેડલ પાકા કરી લીધા છે. દુતી ચંદે ૧૦૦ મીટર ફાઈનલમાં સિલ્વર જીત્યો હતો. ફવાદે સેનોર મેડિકોટ નામના ઘોડાની સાથે ફાઈનલમાં ૨૬.૪૦ સેકન્ડમાં પોતાની સ્પર્ધા પૂરી કરી બીજો નંબર પ્રાપ્ત કર્યો. પાંચ વર્ષની ઉંમરથી ઘોડેસવારી શીખી રહેલા ફવાદે ૨૦૧૪માં થયેલી એશિયન ગેમ્સમાં આ સ્પર્ધામાં ૧૦મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એશિયાડમાં આ તેમનો પહેલો મેડલ છે. આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જાપાનના યોશિયાકી ઓઈવાએ પોતાને નામે કર્યો. તો ચીનના એલેક્સ હુઆને બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો.
ગઇકાલે ૧૮મી એશિયન ગેમ્સના સાતમાં દિવસે ભારતના તજિંદરપાલસિંહ તૂરે પુરૂષોના શોટપૂટ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જ્યો હતો. તજિંદરપાલસિંહ મેદાનમાં સૌથી શÂક્તશાળી દાવેદાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા અને અપેક્ષા મુજબ જ જારદાર દેખાવ કર્યો હતો. વર્તમાન સત્રમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરવાનો રેકોર્ડ તેમના નામ ઉપર જ છે. આ પહેલા તૂરનો યÂક્તગત સર્વશ્રેષ્ઠ દેખાવ ૨૦.૨૪ મીટરનો હતો જે ગયા વર્ષે હાંસલ કરવામાં આવ્યો હતો. ગઇકાલે સાતમાં દિવસે ભારતને સ્કવોશમાં ત્રણ બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. દિપીકા પલ્લીકલ અને જાશના ચિનપ્પાએ મહિલાઓના સિંગલ્સ મુકાબલાને સેમિફાઈનલમાં હાર બાદ બ્રોન્ઝ મેડલથી સંતોષ માન્યા હતા.
જ્યારે સૌરભે પુરૂષોની સિંગલ્સમાં બ્રોન્ઝ જીતવામાં સફળતા મેળવી હતી. આની સાથે જ સુવર્ણ ચંદ્રકોની સંખ્યા છ ઉપર પહોંચી ગઈ હતી. આજે આઠમાં દિવસના દેખાવ બાદ ભારતે હજુ સુધી ૭ ગોલ્ડ, ૯ સિલ્વર અને ૧૬ બ્રોન્ઝ સાથે કુલ ૩૨ ચંદ્રકો જીત્યા છે. તે પહેલા ભારતીય નોકાયન ખેલાડીઓએ ૧૮મી એશિયન ગેમ્સમાં ચોકડી સ્કીલ્સમાં ઐતિહાસિક સુવર્ણચંદ્રક અને બે બ્રોન્ઝ જીતીને છઠ્ઠા દિવસની શરૂઆત કરી હતી. ભારતીય ટીમમાં સુવર્ણસિંહ, દત્તુ ભોકાનલ, ઓમપ્રકાશ અને સુખમીતસિંહ સામેલ હતા. આ પુરુષોની ચોકડીની ટીમે જોરદાર દેખાવ કર્યો હતો. બીજી બાજુ ટેનિસમાં પણ દબદબો રહ્યો હતો. અનુભવી ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને દિવિજ શરણની જોડીએ સુવર્ણ જીતવામાં સફળતા મેળવી હતી અને ઇતિહાસ સર્જ્યો હતો.