દુબઇ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલે એશિયા કપ ક્રિકેટનીફાઇનલ મેચ રમાનાર છે. આ મેચને લઇને અભૂતપૂર્વ ક્રિકેટ ફિવર છે. રોમાંચક મેચને નિહાળવા માટે અબજા ક્રિકેટ ચાહકો ઉત્સુક છે. એકબાજુ દુબઇના મેદાનમાં હાઉસફુલની સ્થિતિ રહેશે. બીજી બાજુ ભારત અને બાંગ્લાદેશમાં ટીવી પર મોટી સંખ્યામાં લોકો મેચ જાવા માટે સાંજે પાંચ વાગે જ ગોઠવાઇ જશે. મેચ જાવા માટે એક અબજ લોકો રહે તેમ માનવામા આવે છે. જેથી તમામ જાહેરાત સાથે જોડાયેલી કંપનીઓ પણ તક ઝડપી લેવા માટે પૈસા તરફ જાઇ રહી નથી.
ભારત અને બાગ્લાદેશ વચ્ચે આંકડા પર નજર કરવામાં આવે તો ભારતીય ટીમ પ્રબળ દાવેદાર તરીકે છે પરંતુ હાલના વર્ષોમાં બાંગ્લાદેશનો દેખાવ સતત સુધરી રહ્યો છે. પાકિસ્તાનની સામે છેલ્લી મેચમાં પણ બાંગ્લા ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો હતો. બોલિંગ અને બેટિંગમાં તેમનો દેખાવ જોરદાર રહ્યો હતો. બાંગ્લા ખેલાડીઓની ફિલ્ડિંગ પણ શાનદાર રહી હતી. આ તમામ પાસાને જાતા મેચ રોમાંચક બની શકે છે. ફિલ્ડિંગના મામલે ભારતીય ટીમ વધારે મજબુત રહી છે. ભારત અને બાંગ્લા બન્ને પર મેચ જીત માટે જોરદાર દબાણ રહેલુ છે. આવી સ્થિતિમાં જે ટીમ ટેન્શનને દુર કરીને મેદાનમાં ઉતરશે તે ટીમ જ વિજેતા બનશે.
એશિયા કપમાં ભારતીય ટીમ સૌથી વધારે વખત વિજેતા બની છે. પાકિસ્તાનની ટીમ પણ કેટલીક વખત વિજેતા રહી છે. ભારતીય ટીમ આ વખતે પહેલાથી જ અન્ય ટીમો કરતા વધારે ફેવરીટ હતી. ખેલાડીઓને જાતા તે સૌથી પ્રબળ દાવેદાર રહેલી ટીમ હતી. વિરાટ કોહલી ટીમમાં ન હોવા છતાં ટીમ ધરખમ દેખાવ કરી રહી છે. આ મેચને લઇને માત્ર મેદાન પર જ નહી બલ્કે મેદાનની બહાર પણ કેટલાક રેકોર્ડ સર્જાનાર છે. હમેંશાની જેમ ફાઇનલ મેચને લઇને ખાસ ઉત્સાહ જાવા મળી રહ્યો છે. આ ઉપરાંત સોશિયલ મિડિયા પર પણ મેચને લઇને જંગ છે. એવી શક્યતા છે કે આ મેચ અગાઉના તમામ રેકોર્ડને તોડી દેશે. રોહિત અને શિખર પર તમામની નજર રહેશે.