VIDEO: જીત બાદ ગૌતમ ગંભીરે ખેલાડીઓને કહી એવી વાત, જાણીને પાકિસ્તાની ટીમને મરચા લાગશે

Rudra
By Rudra 2 Min Read

Asia Cup 2025 India vs Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025ની સુપર 4માં રમાયેલી મેચ હેન્ડશેક વિવાદને લઈને વિવાદમાં રહી. 21 સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય ખેલાડીઓએ વિપક્ષી ટીમા પ્લેયર્સ સાથે હેન્ડશેક કર્યા નહીં. ટોસ સમયે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને સલમાન આગાએ હાથ મિલાવ્યા નહીં. આ દરમિયાન તેઓએ માત્ર મેચ રેફરી એન્ડી પાઇક્રોફ્ટનું અભિવાદન કર્યું.

ત્યાર બાદ મેચ પૂરી થઈ તો પણ આ જ દ્રશ્યો જોવા મળ્યા, તિલક વર્મા અને હાર્દિક પંડ્યા ભારતને જીત અપાવીને સીધા ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યા. પાકિસ્તાન સામે ગ્રુપ મેચમાં પણ ભારતીય ખેલાડીઓએ હેન્ડશેક કર્યા નહોતા. આમ પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની રૂલ બુકમાં એવું નથી લખ્યું કે હેન્ડશેક કરવું જરૂરી છે.

પાકિસ્તાની ટીમને હરાવ્યા પછી ટીમ ઇન્ડિયા હેડ કોચ ગૌતમ ગંભીર પણ ચર્ચામાં રહ્યો. ગૌતમ ગંભીરે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને અન્ય ખેલાડીઓને નિર્દેશ આપ્યા કે તે અમ્પાયર્સ સાથે હાથ મિલાવે. આ સંબંધિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગંભીર પોતાના ખેલાડીઓને કહી રહ્યા છે. ‘અમ્પાયરને તો મળી લો.’


ગૌતમ ગંભીરના નિર્દેશ પર ખેલાડી મેદાનમાં પરત ફર્યા અને માત્ર અમ્પાયરને મળવા પહોંચ્યા. આ જોઈને પાકિસ્તાની ટીમ નવાઈમાં પડી ગઈ હતી. ભારતીય ટીમની પાકિસ્તાન સામે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ સતત 7મી જીત હતી. જોવા જઈએ તો, ભારતીય ટીમે ટી20 ઇન્ટરનેશનલમાં પાકિસ્તાન સામે રનચેજ કરતા તમામ 8 મેચ જીતી છે.

પાકિસ્તાન સામે મેચમાં ભારતીય ટીમની જીતના હીરો ઓપનર બેટ્સમેન શુભમન ગિલ (47) અને અભિષેક શર્મા (74) રહ્યાં. બંનેએ તોફાની અંદાજમાં માત્ર 59 બોલમાં 105 રનની પાર્ટનરશીપ દરમિયાન બંનેએ પાકિસ્તાનના ફાસ્ટબોલર શાહીન અફરીદી અને હારિસ રઉફની ભારે ધોલાઈ કરી હતી.

Share This Article