અષ્ટોતરશત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો GMDC ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે શુભારંભ થશે.

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

અમદાવાદના બોપલ રોડ ના મુખ્ય માર્ગો પર પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજીના સાનિધ્યમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન

આગામી 30 જાન્યુઆરી થી 5 ફેબ્રુઆરી 2024 સુધી વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી કથાનું રસપાન કરાવશે : જ્ઞાન યજ્ઞમાં અમદાવાદ શહેર ઉપરાંત ગુજરાતમાંથી તેમજ દેશ-વિદેશથી વૈષ્ણવજનોની હાજરી રહશે : ભાવિક જનોની સુવિધા માટે અમદાવાદ પૂર્વ મણિનગર અને અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાંથી નિ:શુલ્ક બસ વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવશે.

Image

અમદાવાદ : વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના તત્વધાનમાં અમદાવાદ GMDC, ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે અષ્ટોતરશત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના શ્રીમુખે કથાનું રસપાન કરાવવામાં આવનાર છે. શોભાયાત્રા વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના સાનિધ્યમાં મુખ્ય યજમાન પરિવાર અને પોથીજી યજમાન પરિવારો પણ આ શોભા યાત્રામાં જોડાશે. એટલું જ નહીં ઢોલ નગારા, બેન્ડ બાજા, ઘોડા, નૃત્ય મંડળી, ભજન મંડળી, વેશભૂષા રથ, ડંકા નીશાન, ધ્વજા પતાકા સહિત પારંપરિક વસ્ત્રો પરિધાન કરી મોટી સંખ્યામાં વૈષ્ણવો યાત્રામાં જોડાશે. શોભાયાત્રા દરમિયાન વિસ્તારના રાજમાર્ગો શ્રીકૃષ્ણ પ્રભુના જય ઘોષથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય ની સાથે ભક્તિ મય બનશે.

IMG20240125120107 01

એટલું જ નહી આ શોભાયાત્રા મુખ્ય મનોરથી નીતિનભાઈ ગોવિંદભાઈ પટેલ (Axita Exports Pvt. Ltd) ના ઘરેથી પારીજાત એલ્કેટ, ઇસ્કોન મંદિર પાછળ, ઇસ્કોન ચાર રસ્તા, આંબલી-બોપલ રોડ, અમદાવાદ પર બપોરના 2.30 કલાકે થી વાહન દ્વારા નીકળી કથા સ્થળ GMDC, યુનિવર્સિટી ગ્રાઉન્ડ, 132 ફૂટ રીંગ રોડ, અમદાવાદ પર પહોંચશે. આ કથા માં અનેક વૈષ્ણવોને લાભ પ્રાપ્ત થાય તે માટે અલગ અલગ વિસ્તારમાંથી નિ:શુલ્ક બસ વ્યવસ્થા ઉપલબ્ધ અમદાવાદ પૂર્વ મણિનગર તેમજ અમદાવાદ પશ્ચિમ સાઉથ બોપલ, સોલા, સાયન્સ સીટી, નારણપુરા, વિસ્તારમાંથી વ્યવસ્થા ઉપલબ્ધ થશે. અષ્ટોતરસત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની શુભ મંગલમય ઘડીઓમાં દિવ્ય કથા રસપાનની સાથે પારંપરિક કથા પ્રસંગ ઉત્સવોનો આનંદ અનેરો રહેશે સાથે નિત્ય શ્રી ઠાકોરજીના મનોરથના ઝાંખી દર્શન નો પણ સૌ વૈષ્ણવોને લાભ પ્રાપ્ત થશે. પૂજ્ય શ્રી દ્વારા બ્રહ્મસંબંધ દીક્ષા તારીખ 4 તથા 6 ફેબ્રુઆરી 2024 ના રોજ આપવામાં આવશે.

IMG20240125120137 01

કથાના માધ્યમથી જ્ઞાનસભર, દ્રષ્ટાંતસભર, જીવનના અનેક વિષયોને સ્પર્શતા અને સ્પષ્ટતા દર્શાવતા પ્રેરક પ્રસંગો થકી પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ વિશ્વભરના લાખો ભાવિકજનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો યજ્ઞ શરૂ કર્યો છે. યુવાનોને વ્યસનમુક્ત કરી આનંદમય જીવનશૈલી સાથે સંસ્કારસભર, ધર્મ પરાયણ અને સેવા પરાયણ જીવન વ્યતીત કરી શકે એ પ્રકારે વિશ્વના લાખો યુવાનોના મનને આપશ્રીના દિવ્ય જીવન સૂત્રોએ સ્પર્શયા છે અને તેમને પરિવર્તિત કર્યા છે. આધ્યાત્મિક દિવ્યતાથી પરિપૂર્ણ આનંદમય ક્ષણો સાથે ભક્તિરસમાં તરબોળ થવા આપને ગુજરાતની કર્ણાવતી નગરી અમદાવાદના ભાવિકજનોને લાભ મળે તે માટેની સુંદર બેઠક વ્યવસ્થા પણ સાથે કરવામાં આવેલ છે.

IMG20240125113427

આ સમગ્ર કથાનું આયોજન મુખ્ય મનોરથી ભગવદીય શ્રી નીતિનભાઈ ગોવિંદભાઈ પટેલ તથા ભગવદીય શ્રીમતી ગીતાબેન નીતિનભાઈ પટેલ (Axita Exports Pvt. Ltd) આયોજન મુખ્ય સલાહકાર પરિન્દુ ભગત (કાકુજી), આયોજન સમિતિ કિરીટભાઈ શાહ, અશોકભાઈ શાહ (મેનેજિંગ ટ્રસ્ટી VYO), દક્ષેશભાઈ શાહ, શૈલેશભાઈ પટવારી, દીપેશભાઈ શાહ (VYO અમદાવાદ પ્રમુખ), કુશલભાઈ શાહ (VYO અમદાવાદ યુથ પ્રમુખ), મનીષાબેન શાહ (VYO વુમન્સ વિંગ પ્રમુખ), ટીનાબેન શાહ (VYO ભારત ટ્રસ્ટી), ડૉ. પ્રશાંત ભીમાણી (VYO PR Head), તથા સહ સંયોજક સમિતિ ચિરાગભાઈ શાહ, હિરેનભાઈ શાહ, અમિતભાઈ પટેલ, હર્ષિતકુમાર શાહ, મનીષભાઈ શર્મા, યોગેશભાઈ પરીખ (USA), ગોવિંદભાઈ વરમોરા, કેલનભાઈ દોશી (VYO ટ્રસ્ટી), યોગેશભાઈ પરીખ, રાહુલભાઈ માલાણી.

Share This Article