શિવસેનાના ભૂતપૂર્વ કોર્પોરેટર શ્રી અશોક સાવંતની ઘાતકી હત્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

62 વર્ષીય શિવસેના ના ભૂતપૂર્વ કોર્પોરેટર શ્રી અશોક સાવંત ના ઘર ની બહાર અજ્ઞાત તત્વોએ ધારદાર હથિયાર વડે દ્વારા હુમલો કરી અને રવિવારે મોડી રાત્રે તેઓ ની હત્યા કરી દેવામાં આવી હતી. તેઓ હોસ્પિટલ પહોંચે તેપહેલાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા. આ ઘટના થી મુંબઈ તથા મહારાષ્ટ્ર માં ચકચાર વ્યાપ્ત થયો છે. શિવ સેના તેના વિરોધમાં મુંબઈ અને મહારાષ્ટ્ર માં આજે બંધ જાહેર કરી તેવી સંભાવનાઓ રહેલી છે.

શ્રી અશોક સાવંત ના ભાઈ શ્રી શુભાષ સાવંત જે આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર છે અને એન્ટી ટેરરિસ્ટ સ્કોવડ જોડે સંકળાયેલા છે. તે ઉપરાંત તેઓના પરિવાર માં પત્ની, એક પુત્ર અને બે પુત્રી, જેમાં થી એક ના લગ્ન 5 ફેબ્રુઆરી ના નિર્ધારિત હતા તેઓ પણ આ ઘટના થી શોકમગ્ન છે.

શ્રી અશોક સાવંત બે વાર શિવ સેનાએ તરફ થી કોર્પોરેટર રહી ચૂકેલા છે. પોલીસ દ્વારા હત્યારાની તાપસ ચાલુ છે અને સીસીટીવી અને અન્ય ફૂટેજ ઉપર કાર્યવાહી થઇ રહી છે. હત્યારા ટૂ વહીલર ઉપર આવ્યા હોવા નું જાણવા માં આવે છે.

Share This Article