ગુજરાત ટાઈટંસના કોચ આશીષ નેહરા ગત રોજ શનિવારે ૪૪ વર્ષના થઈ ગયા છે. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડ્સ સ્ટેડિયમમાં ગુજરાત અને કોલકાતાની વચ્ચે રમાયેલ મેચમાં નેહરા મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યો હતો. જ્યાં મોહમ્મદ શમી અને જોશુઆ લિટિલે કોલકાતાના મિડિલ ઓર્ડરને રફેદફે કરતા ૧૭૯ રન પર રોક્યા, ત્યારે નહેરા કેમેરા તરફ ઈશારો કરતા થમ્સઅપ કરતો દેખાય છે. નેહરાએ ગુજરાત ટાઈટંસના બોલરોના ખૂબ વખાણ કર્યા હતા. આ દરમ્યાન ભારતના પૂર્વ પેસર નેહરાનો એક વીડિયો ફુટેજ આઈપીએલ બ્રોડકાસ્ટરે ટીવી પર બતાવ્યો. જેને જોઈને ખુદ નેહરા પણ પોતાનું હાસ્ય રોકી શક્યો નહોતો. હકીકત, કોલકાતા અને ગુજરાતની વચ્ચે મેચ વરસાદના કારણે સમયથી લેટ શરુ થઈ. ત્યારે આવા સમયે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને હંસી મજાક કરવાનો સમય મળી ગયો. સોશિયલ મીડિયા પર વીડિયો જે વાયરલ થઈ રહ્યો છે, તેમાં મેચથી પહેલા આશીષ નેહરા અને પ્રજેંટર મુરલી કાર્તિક પિચની આજૂબાજૂ વાતચીત કરતા દેખાઈ રહ્યા છે. આ દરમ્યાન નેહરા અચાનક પૂર્વ સ્પિનર મુરલી કાર્તિકને ટાંગાની વચ્ચે લાત મારે છે.
કાર્તિક દર્દથી કણસવા લાગે છે. જો કે, બાદમાં નેહરાએ હાથ પકડીને કાર્તિકને ઉઠાવ્યો. કાર્તિક ઉઠ્યા બાદ નેહરા સાથે તેવી જ હરકત કરે છે, પણ નેહરા બચી જાય છે. મુરલી કાર્તિકથી જ્યારે કોમેન્ટ્રી બોક્સમાં તેના વિશે પુછવામાં આવ્યું તો, કહ્યું કે આ વાત કહેવાને લાયક નથી. મેચની વાત કરીએ તો, વિજય શંકરની તોફાની અર્ધશતકની મદદથી ગુજરાત ટાઈટંસે કોલકાતા નાઈટ રાઈડર્સને ૧૩ બોલ બાકી રહેતા ૭ વિકેટથી હરાવી દીધું. તેની સાથે ગુજરાતે ૧૦ ટીમોના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. ગુજરાત ટાઈટંસની સામે ૧૮૦ રનનો ટાર્ગેટ રાખ્યો હતો. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઓપનર શુભમન ગિલે ૩૫ બોલ પર આઠ ચોગ્ગાની મદદથી ૪૯ રન બનાવીને ઠોસ શરુઆત કરી હતી. ત્યાર બાદ વિજય શંકરે પોતાના જલવો દેખાવ્યો હતો તથા ૨૪ બોલ પર બે ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી નોટઆઉટ ૫૧ રન બનાવ્યા હતા. તેમણે આ દરમ્યાન ડેવિડ મિલરની સાથે ૩૯ બોલ પર ૮૭ રનની અટૂટ ભાગેદારી કરી, જેનાથી ગુજરાતે ૧૭.૫ ઓવરમાં ત્રણ વિકેટ ખોઈને ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો.