પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૬મી જાન્યુઆરીએ આસિયાન-ભારત ભાગીદારી વિશે “આસિયાન ભારતઃ સહિયારા મૂલ્યો, સમાન નિયતિ” શીર્ષક ધરાવતો લેખ લખ્યો છે, જેમાં તેમણે પોતાનો દ્રષ્ટિકોણ પ્રસ્તુત કર્યો છે. આ લેખ આસિયાનનાં સભ્ય દેશોનાં અગ્રણી અખબારોમાં પ્રકાશિત થયો છે. નીચે આ લેખનો સંપૂર્ણ પાઠ પ્રસ્તુત છે.
“આસિયાન-ભારતઃ સહિયારા મૂલ્યો, સમાન નિયતિ”
નરેન્દ્ર મોદી
આજે અમારી રાજધાની નવી દિલ્હીમાં ભારતનાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી છે અને તેમાં આસિયાનનાં સભ્ય રાષ્ટ્રોનાં વડાઓ મુખ્ય અતિથિઓ તરીકે ૧૦ પ્રતિષ્ઠિત મહેમાનોને આવકારીને પર ૧.૨૫ અબજ ભારતીયો ગર્વની લાગણી અનુભવશે.
મને ગુરુવારે આસિયાન-ભારતની ભાગીદારીનાં ૨૫ વર્ષની ઉજવણી સ્વરૂપે સ્મારક શિખર સંમેલન માટે આસિયાન દેશોનાં વડાઓને આવકારવાની તક મળી હતી. અમારી સાથે તેમની હાજરી આસિયાન દેશોમાંથી અમારાં માટે શુભકામનાની અભૂતપૂર્વ ચેષ્ટા છે. તેમનાં પ્રતિસાદ સ્વરૂપે શિયાળાની સવારે ભારત તેમને મૈત્રીપૂર્ણ ઉષ્મા સાથે આવકારે છે.
આ સાધારણ ઘટના નથી. આ ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ઘટના છે. આસિયાનનાં સભ્ય દેશો અને ભારતમાં કુલ ૧.૯ અબજ લોકો વસે છે, જે દુનિયાની ૨૫ ટકા વસતિ છે અને તેના માટે અત્યંત મહત્વની સમજુતીઓ આ દેશો વચ્ચેની ભાગીદારીને એક સુત્રમાં બાંધી દે છે.
ભારત અને આસિયાનની ભાગીદારી ૨૫ વર્ષ જૂની હોઈ શકે છે. પણ દક્ષિણપૂર્વ એશિયાનાં દેશો સાથે ભારતનો સંબંધ ૨,૦૦૦ વર્ષથી છે. શાંતિ અને મૈત્રી, ધર્મ અને સંસ્કૃતિ, કળા અને વાણિજ્ય, ભાષા અને સાહિત્યનાં તાંતણે બંધાયેલો આ કાયમી સંબંધ અત્યારે ભારતની ભવ્ય વિવિધતાનાં દરેક પાસાંમાં ઊડીને આંખે વળગે છે તથા દક્ષિણપૂર્વ એશિયા આપણાં લોકો વચ્ચે વિશિષ્ટ સુવિધાજનક જોડાણ અને ઘનિષ્ઠતા પ્રદાન કરે છે.
બે દસકાથી વધારે સમય અગાઉ ભારતે વિશ્વ માટે પોતાનાં દ્વાર ખોલી નાંખ્યા હતાં અને ઉદારીકરણનો માર્ગ અપનાવીને અભૂતપૂર્વ પરિવર્તનનાં પંથે આગેકૂચ કરી હતી. સ્વાભાવિક છે કે દક્ષિણપૂર્વ એશિયાનાં સંબંધો હજારો વર્ષોથી ચાલ્યાં આવતા હોવાથી ઉદારીકરણની શરૂઆત પૂર્વથી થઈ હતી. એટલે ભારતે પૂર્વ સાથે પુનઃસંકલન સાધવાની નવી સફરનો પ્રારંભ કર્યો હતો. ભારત માટે મોટા ભાગનાં ભાગીદાર દેશો અને બજારો પૂર્વમાં છે, જેમાં આસિયાન અને પૂર્વ એશિયાનાં દેશોથી લઈ ઉત્તર અમેરિકા સામેલ છે. જમીન અને દરિયાઈ માર્ગે અમારાં પડોશી દેશો દક્ષિણપૂર્વ એશિયા અને આસિયાન અમારી પૂર્વ તરફ જુઓ તો નીતિમાં સર્વોચ્ચ સ્થાને હતાં અને છેલ્લાં ત્રણ વર્ષથી અમારી એક્ટ ઇસ્ટ પોલિસીમાં તેઓ સર્વોપરિતા ધરાવે છે.
આસિયાન અને ભારતે સંવાદનાં ભાગીદારો તરીકે સફર શરૂ કરી હતી, જે અત્યારે વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચી છે. આસિયાનનાં દરેક સભ્ય દેશ સાથે અમે રાજદ્વારી, આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રોમાં સંબંધોમાં વૃદ્ધિ કરી છે. અમે અમારાં મહાસાગરોને સલામત અને સુરક્ષિત રાખવા સંયુક્તપણે કામ કરીએ છીએ. અમારાં વેપાર અને રોકાણનાં પ્રવાહોમાં અનેકગણો વધારો થયો છે. આસિયાન ભારતનું ચોથું સૌથી મોટું વેપારી ભાગીદાર છે, એ જ રીતે ભારત આસિયાનનું સાતમું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. ભારતમાંથી વિદેશોમાં થતાં રોકાણનો ૨૦ ટકા હિસ્સો આસિયાન દેશો મેળવે છે. સિંગાપુરનાં નેતૃત્વમાં આસિયાન ભારત માટે રોકાણનો અગ્રણી સ્ત્રોત છે. આ વિસ્તારમાં ભારતની મુક્ત વેપારી સમજૂતીઓ સૌથી જૂની અને સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી પાસાં ધરાવે છે.
હવાઈ જોડાણમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને અમે નવી પ્રાથમિકતા સાથે દક્ષિણપૂર્વ એશિયામાં હાઇવેનું વિસ્તરણ કરી રહ્યાં છીએ, જે જોડાણમાં વધારો નિકટતાને પ્રતિપાદિત કરે છે. તે ભારતને દક્ષિણપૂર્વ એશિયામાં પ્રવાસનનાં સૌથી વધુ ઝડપથી વિકસતાં સ્ત્રોતોમાં પણ સ્થાન આપે છે. વિવિધતાનાં મૂળિયા અને ગતિશીલતા ધરાવતાં આ વિસ્તારમાં ભારતનાં ૬ મિલિયન લોકો રહે છે, જેઓ આપણી વચ્ચે અસાધારણ માનવીય જોડાણ ધરાવે છે.
આસિયાન દેશો માટે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના અભિપ્રાયને જાણવા માટે ક્લિક કરો
ભારત અને આસિયાને વિવિધ ક્ષેત્રોમાં ઘણી સકારાત્મક કામગીરી કરી છે. ઇસ્ટ એશિયા સમિટ, એડીએમએમ+ (ધ એશિયન ડિફેન્સ મિનિસ્ટરિયલ મીટિંગ પ્લસ) અને એઆરએફ (આસિયાન રિજનલ ફોરમ) જેવી આસિયાન-સંચાલિત સંસ્થાઓએ આપણાં વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતામાં વધારો કર્યો છે. પ્રાદેશિક વિસ્તૃત આર્થિક ભાગીદારી સમજૂતીમાં સહભાગી થવા પણ ભારત આતુર છે. આ સમજૂતી તમામ ૧૬ સહભાગી દેશો માટે વિસ્તૃત, સંતુલિત અને તટસ્થ સંબંધો સ્થાપિત કરવા ઇચ્છે છે.
આપણી ભાગીદારીની તાકાત અને ક્ષમતા ફક્ત આંકડાઓમાં રજુ ન થઈ શકે, પણ સંબંધોનાં મૂળિયા અને તેનાં આધાર દ્વારા વ્યક્ત થઈ શકે છે. ભારત અને આસિયાન દેશોનાં સંબંધો દાવાઓ અને સ્પર્ધાથી સ્વતંત્ર છે. અમે ભવિષ્ય માટે સમાન દ્રષ્ટિકોણ ધરાવીએ છીએ, જે સર્વસમાવેશકતા અને સંકલિતતાની કટિબદ્ધતા પર નિર્મિત છે, જે વિસ્તારને ધ્યાનમાં રાખ્યાં વિના તમામ દેશોની સમાન સાર્વભૌમિકતામાં માને છે તથા વાણિજ્ય અને જોડાણનાં સ્વતંત્ર અને મુક્ત માર્ગોને ટેકો આપે છે.
આસિયાન-ભારતની ભાગીદારી વિવિધ ક્ષેત્રોમાં સતત વધશે. ભારત અને આસિયાનનાં સભ્ય દેશો વસતિ, ગતિશીલતા અને માગની ભેટ સાથે અને ઝડપથી પરિપક્ત બનતાં અર્થતંત્રો છે, જે મજબૂત આર્થિક ભાગીદારીનું નિર્માણ કરશે. જોડાણમાં વધારો થશે અને વેપારનું વિસ્તરણ થશે. ભારતમાં સહકાર અને સ્પર્ધાત્મક સંઘવાદનાં યુગમાં આપણાં રાજ્યો દક્ષિણપૂર્વ એશિયાનાં દેશો સાથે ફળદાયક સહકારનું નિર્માણ પણ કરે છે. ભારતનાં ઉત્તરપૂર્વનાં રાજ્યો વિકાસનાં માર્ગે છે. દક્ષિણપૂર્વ એશિયા સાથે જોડાણ તેની પ્રગતિને વેગ આપશે. તેનાં પરિણામે ઉત્તરપૂર્વ આપણાં સ્વપ્નનાં આસિયાન-ભારત સંબંધોમાં સેતુરૂપ બનશે.
મેં પ્રધાનમંત્રી તરીકે ચાર વાર્ષિક આસિયાન-ભારત શિખર સંમેલનો અને ઇસ્ટ ઇન્ડિયા સમિટમાં ભાગ લીધો છે. આ વિઝમાં વિસ્તારને નવી દિશા આપવા આસિયાન એકતા, કેન્દ્રિયતા અને નેતૃત્વમાં મારી કટિબદ્ધતા પ્રતિપાદિત કરે છે.
આ ઐતિહાસિક સિદ્ધિઓનું વર્ષ છે. ગયા વર્ષે ભારતની આઝાદીનું ૭૦મું વર્ષ હતું. આસિયાન ૫૦ વર્ષની સોનેરી સિદ્ધિએ પહોંચ્યું હતું. આપણે દરેક દેશ આશાવાદ સાથે આપણાં ભવિષ્ય અને આત્મવિશ્વાસ સાથે અમારી ભાગીદારીની અપેક્ષા રાખી શકીએ.
ભારત આઝાદીનાં ૭૦માં વર્ષમાં તેની યુવાન પેઢીનાં ઉત્સાહ, ઉદ્યોગસાહસિકતા અને ઊર્જા સાથે સજ્જ છે. દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતાં અર્થતંત્ર તરીકે ભારત વૈશ્વિક તકોનું નવું કેન્દ્ર બની ગયું છે અને વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા જાળવવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. દરરોજ ભારતમાં વેપાર-વાણિજ્ય કરવાની સરળતામાં વધારો થઈ રહ્યો છે. મને આશા છે કે આપણાં પડોશી અને મિત્ર દેશો તરીકે નવા ભારતનાં કાયાકલ્પમાં આસિયાન દેશો અભિન્ન હિસ્સો બનશે.
અમે આસિયાનની પ્રગતિની પ્રશંસા કરીએ છીએ. જ્યારે દક્ષિણપૂર્વ એશિયામાં ક્રૂર યુદ્ધ થયું હતું અને આ વિસ્તારમાં અનિશ્ચિત ભવિષ્ય ધરાવતાં દેશોનો મંચ બની ગયો હતો, ત્યારે ૧૦ દેશોનાં સંગઠન તરીકે સ્થાપિત આસિયાન સામાન્ય ઉદ્દેશ અને સહિયારું ભવિષ્ય ધરાવે છે. અમે ઊંચી આકાંક્ષાઓની સંભવિતતા ધરાવીએ છીએ અને આપણી વર્તમાન સમસ્યાઓનું સમાધાન ધરાવીએ છીએ, જેમાં માળખાગત સુવિધાઓ અને શહેરીકરણથી લઈને મજબૂત કૃષિ અને પૃથ્વી સહીસલામત બનાવવાની બાબોત સામેલ છે. અમે અભૂતપૂર્વ ઝડપ અને સ્કેલ પર જીવનમાં પરિવર્તન લાવવા ડિજિટલ ટેકનોલોજી, નવીનતા અને જોડાણની તાકાતનો ઉપયોગ પણ કરી શકીએ છીએ.
આશાવાદી ભવિષ્ય માટે શાંતિરૂપી નક્કર આધારની જરૂર છે. આ પરિવર્તન, નવીનતા અને કાયાપલટનો યુગ છે, જે ઇતિહાસનાં કોઈ પણ કાળમાં ભાગ્યે જ આવે છે. આસિયાન અને ભારત પ્રચૂર તકો ધરાવે છે – હકીકતમાં એ મોટી જવાબદારી છે – જે આપણાં વિસ્તાર અને દુનિયાનાં સ્થિર અને શાંતિપૂર્ણ ભવિષ્ય માટે આપણાં અનિશ્ચિત અને ઊથલપાથલનાં સમયમાં સ્થિરતા સાથે આગેકૂચ કરે છે.
ભારતીયો હંમેશા પૂર્વ તરફ મીટ માંડે છે. અમે પૂર્વમાં ઊગતાં સૂર્યની પૂજા કરીએ છીએ અને પુષ્કળ તકોનાં વિસ્તાર સ્વરૂપે જોઈએ જોઈએ. અત્યારે અગાઉની જેમ પૂર્વ કે ભારત-પેસિફિક વિસ્તાર ભારતનાં ભવિષ્ય અને આપણી સહિયારી નિયતિ માટે આવશ્યક બની જશે. આસિયાન-ભારત ભાગીદારી બંને માટે નિર્ણાયક ભૂમિકા અદા કરશે. દિલ્હીમાં આસિયાન અને ભારતે ભવિષ્યની સફર માટે તેમનાં સંબંધોને મજબૂત કરવાની દ્રઢતા વ્યક્ત કરી છે.