પૂર ની હોનારત આસામમાં વણસતી જાય છે અને ગઈકાલના રોજ બીજા ચાર લોકોએ પોતાના જીવ ગુમાવતા મૃત્યુઆંક 17ને પાર પહોંચ્યો હતો. પુરમાં છેલ્લા ચાર દિવસ માં કુલ 17 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. શુક્રવારથી સામાન્ય જન જીવન થોડું નોર્મલ થવાની શરૂઆત થઇ ગઈ હતી ત્યારે અચાનકજ આવેલા વહાવ ના કારણે ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા નો અહેવાલ છે. ગઈકાલે નોંધાયેલા 4 મૃત્યુનું મુખ્ય કારણ વહાવના લીધે થયેલું ભૂમિ સ્ખલન ગણવામાં આવે છે.
આ ઉપરાંત ત્રિપુરા અને મિઝોરમ માં હાલત સુધારા ઉપર જોવા મળે છે. જયારે મણિપુરમાં પાણીના વહાવ ને કારણે એક મૃત્યુ નોંધાયું છે. Assam State Disaster Management Authority (ASDMA) ના માટે મુજબ હવે ધીરે ધીરે પરિસ્થિતિ થાળે પડતી જોવા મળે છે.
શુક્રવારે પૂરના કારણે તૂટેલા મકાન અને રહેઠાણની સંખ્યા 12500 થી વધી અને 22,500 થી ઉપર પહોંચી ગઈ હતી. ગુરુવાર થી અત્યાર સુધીમાં સહાયતા માટે 48 થી પણ વધુ રાહત કેમ્પ ગોઠવી દેવામાં આવ્યા છે. છેલ્લા ચાર દિવસથી આસામના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહતની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.