ગુજરાત યુનિ.ના પ્રથમ મહિલા કુલપતિ તરીકે ડૉ. નીરજા ગુપ્તાની નિમણૂંક

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાત યુનિવર્સિટીને નવા કુલપતિ મળી ચૂક્યા છે. રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડૉ.નિરજા ગુપ્તાની નિમણુંક કરાઈ છે. નિરજા ગુપ્તા ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ બન્યા છે. આ અગાઉ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે પ્રો. હિમાંશુ પંડ્યાની બીજી ટર્મ પૂર્ણ થઈ ચૂકી છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે પ્રો. હિમાંશુ પંડ્યાની ટર્મ ૩૦ જૂનના રોજ પૂર્ણ થતાં નવા કુલપતિની નિમણુંકને લઈને અનેક અટકળો ચાલી રહી હતી, ત્યારે હવે પ્રો. નિરજા ગુપ્તાની નિમણુંકની સાથે જ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ ચૂક્યું છે. કોણે છે ડૉ. નિરજા ગુપ્તા?… ગુજરાત યુનિવર્સિટીને નવા કુલપતિ ડૉ. નિરજા ગુપ્તા ભવન્સ કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ, ભારતીય વિદ્યા ભવન, ખાનપુર, અમદાવાદ, ગુજરાત ખાતે પ્રોફેસર અને આચાર્ય રહી ચૂક્યા છે. ૨૦૦૬થી ૨૦૧૨ સુધી ડૉ. ગુપ્તા ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ફોરેન એજ્યુકેશન પ્રોગ્રામના સલાહકાર રહ્યા છે. તેમણે ૧૯૯૨માં મેરઠ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી. હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, આસામી ઉપરાંત તેને ઉર્દૂમાં પણ જ્ઞાન છે. તેઓ યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય પણ રહી ચૂક્યા છે અને સેનેટ સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ એકેડેમિક કાઉન્સિલમાં પણ સભ્ય રહી ચૂક્યા છે.

Share This Article