કેટલાક લોકો હજુ પણ મેટા વિશે જાણતા નથી. પરંતુ ફેસબુક અને માર્ક ઝકરબર્ગને કોઈ પરિચયની જરૂર નથી. તાજેતરમાં જ માર્કે પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ કરીને ભારત સહિત દુનિયાભરના હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડી છે. માર્કે ફેસબુક પર એક તસવીર પોસ્ટ કરી છે. તસવીરમાં માર્કની સામે મોટો ટુકડો જાેવા મળી રહ્યો છે, આટલું જ નહીં તેની પ્લેટમાં પણ બીફ જાેવા મળી રહ્યું છે, બીફ આરોગતા તે જણાવી રહ્યા છે કે તે કેવી રીતે વિશ્વનું સૌથી સ્વાદિષ્ટ બીફ તૈયાર કરે છે. માર્કે આ પોસ્ટ એવા સમયે કરી હતી. જ્યારે વિશ્વની મોટી વસ્તી કાં તો માંસાહારી ખોરાકનો ત્યાગ કરી રહી છે અથવા વીગન અપનાવી રહી છે. જાે આપણે માર્ક દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટનો સંદર્ભ લઈએ, તો માર્કે પોસ્ટમાં વિગતવાર જણાવ્યું છે કે તે કાઉઈ ટાપુમાં કોઓલાઉ રાંચમાં ગાયો ઉછેરી રહ્યો છે. માર્કે લખ્યું કે.’હું વાગ્યુ અને એંગસ જાતિની ગાયોનો ઉછેર કરું છું, અને મારું ધ્યેય વિશ્વમાં ઉચ્ચતમ ગુણવત્તાવાળા બીફનું ઉત્પાદન કરવાનું છે’
તમને જણાવી દઈએ કે મેકાડેમિયા બદામની સૌથી મોંઘી જાત છે જે પ્રોટીન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર છે. આ પ્રકારની બદામ ખૂબ જ મોંઘી હોવા છતાં દુનિયામાં તેના શોખીન લોકોની કોઈ કમી નથી. બદામની આ વિવિધતાની બજારમાં ખૂબ માંગ છે. તેની ફેસબુક પોસ્ટમાં, માર્કે એમ પણ કહ્યું કે અમે સમગ્ર પ્રક્રિયાને સ્થાનિક રીતે સંકલિત કરવા ઈચ્છીએ છીએ. જેમાં તેમણે તેમની દીકરીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે મારી દીકરીઓ મેકાડેમિયાના વૃક્ષો વાવવામાં અને અમારા વિવિધ પ્રાણીઓની સંભાળ રાખવામાં મદદ કરે છે.માર્કના મતે, તેની આ શરૂઆત પ્રારંભીક છે.ધીમે ધીમે તેમા સુધાર થશે. માર્કે તેની યોજનાને સ્વાદિષ્ટ ગણાવી છે. આ પોસ્ટ તરત જ હેડલાઇન્સ બની અને META એ તરત જ જવાબ આપ્યો.’કૃપા કરીને ટેક્નોલોજી સાથે જાેડાયેલા રહો.જાનવરોને મારવું એ કરતા બીજી પણ ઘણા ઉત્પાદન છે, જેમ કે કોઇ વીગન કે શાકાહરી ઉત્પાદનો, જે સ્વાસ્થ્ય પણ સુધારશે, અને પ્રાણીઓનો જીવ પણ બચી જશે.’ આ સીવાય પણ માર્ક પર દુનિયાભરના શાકાહારી લોકો રોષ વર્તાવી રહ્યા છે.અને તેણે મુકેલી પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે.