રમઝાનના મહિનામાં હિના ખાને એવા ફોટોસ શેર કર્યો કે તરત જ લોકોએ ટ્રોલ કરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ટીવીની ફેમસ એક્ટ્રેસ હિના ખાન એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટા શેર કરીને ફેન્સમાં ચર્ચામાં રહે છે. હાલમાં જ પવિત્ર રમઝાન મહિનામાં હિના મક્કા અને મદીનાના પવિત્ર શહેરોમાં ઉમરાહ કરવા માટે સાઉદી અરેબિયા ગઈ હતી. તેણે તેની આ પવિત્ર યાત્રાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા, જેના માટે તેને ટ્રોલ્સનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, એક્ટ્રેસ હવે તેના લેટેસ્ટ હોટ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. હિના ખાન એક્ટિંગ સિવાય પોતાના બોલ્ડ લુકથી પણ ફેન્સને દિવાના બનાવે છે. તે પોતાના બોલ્ડ લુકથી ઈન્ટરનેટ પર તહેલકો મચાવતી રહે છે. આ બ્લેક ડ્રેસમાં પણ એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે.

હિના ખાન તેની ફેશન સેન્સ માટે ચર્ચામાં રહે છે. તેનું દરેક ફોટોશૂટ લાઈમલાઈટમાં રહે છે. આ પણ તેમાંથી એક છે. આ બ્લેક કલરના આઉટફિટમાં એક્ટ્રેસ જોરદાર રીતે પોતાના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે. તેનો આ લુક ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ આઉટફિટમાં જોવા મળતા જ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

એક્ટ્રેસ થોડા દિવસો પહેલા ઉમરાહ કરવા ગઈ હતી, તેથી જ લોકો તેની ક્લાસ લઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘હિનાજી આ રીતે ઉમરાહ કબૂલ થતી નથી.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘મેં સાંભળ્યું છે કે તમે ઉમરાહ કરીને આવ્યા છો.’ અન્ય લોકોએ લખ્યું, ‘રમઝાનમાં તમે શું કરી રહ્યા છો.’ હિના ખાન થોડા દિવસ પહેલા જ ઉમરાહ કરવા ગઈ હતી. અહીં તેણે મસ્જિદમાં કેટલાક ફોટા ક્લિક કર્યા હતા જે તેણે તેના ઈન્સ્ટા પર શેર કર્યા હતા. એક્ટ્રેસે તેની પોસ્ટ દ્વારા તેના પ્રથમ ઉમરાહ કરવાનો અનુભવ શેર કર્યો. હિના ખાન મક્કા અને મદીનાના પવિત્ર શહેરોમાં ઉમરાહ કરવા માટે સાઉદી અરેબિયા પહોંચી હતી. તેને પોતાની પવિત્ર યાત્રાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવાનું ભારે પડ્યું. આ માટે લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા. લોકોએ કહ્યું કે તે પવિત્ર સ્થળ પર ફોટોશૂટ કેમ કરાવી રહી છે. આ બધા પછી, એક્ટ્રેસે પણ એક લાંબી પોસ્ટ શેર કરીને ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો.

Share This Article