‘ગામ ચલો’ અભિયાન અંતર્ગત ભાજપના કાર્યકર્તાઓ ગામડા ખુંદવા લાગ્યાં

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હિંમતનગરના ધારાસભ્ય રૂપાલ ગામે તો જિલ્લા ભાજપ પ્રમુખ ખેડબ્રહ્મામાં રાત્રી રોકાણ માટે પહોંચ્યા
ગાંધીનગર
: ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ભાજપ દ્વારા નક્કી કરાયેલા કાર્યક્રમ ‘ગામ ચલો’ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પ્રમુખ, ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ગઈકાલથી ગામમાં પહોંચી ગયા હતા અને રાત્રી રોકાણ કર્યું હતું. હિંમતનગરના ધારાસભ્ય રૂપાલ ગામે તો જિલ્લા ભાજપ પ્રમુખ ખેડબ્રહ્મામાં રાત્રી રોકાણ માટે પહોંચ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં શનિવારે ‘ગામ ચલો’ અભિયાનમાં જિલ્લાના પ્રમુખ સહીત તમામ હોદ્દેદારો, લોકસભા સીટના પ્રભારી દુષ્યંત પંડ્યા, જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્ર સક્સેના સહિત ધારાસભ્યો, સાંસદ પણ ૨૪ કલાક આ કાર્યક્રમમાં જાેડાયા હતા. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ‘ગાંવ ચલો’ અભિયાન અંતર્ગત શનિવારે રાત્રે હિંમતનગર તાલુકાના રૂપાલ ગામ અને (રૂપાલ કંપા) ગામે હિંમતનગર ધારાસભ્ય વી.ડી.ઝાલા ઘરે ઘરે જઈને જનસંપર્ક કરીને ગામના ગ્રામજનોને મોદી સરકારના વિવિધ વિકાસલક્ષી કાર્યોથી માહિતગાર કર્યા, લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો અને રૂપાલમાં રામજી મંદિરે સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કરી તેમજ રૂપાલ કંપા ખાતે પણ મંદિરે દર્શન કર્યા અને બુથ પ્રતિનિધિ અને જન પ્રતિનિધિ બેઠક યોજી આ પ્રસંગે ધનરાજસિંહજી રહેવર, ઘનશ્યામ પટેલ, તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. ‘ગાંવ ચલો’ અભિયાનમાં સરકારને શાસનમાં ૧૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ સમયગાળો સેવા સુશાસન અને ગરીબ કલ્યાણનો રહ્યો સર્વસમાવેક પ્રગતિશીલ અને ટકાઉ વિકાસ સાધી દેશના તમામ નાગરિકોને માટે સમાન તકો ઉભી કરવાની પ્રતિબદ્ધતાને પારદર્શિતા દેખાય છે. તો ગાંવ ચલો અભિયાનમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ફિર એકબાર મોદી સરકારના સૂત્રો સાથે આ અભિયાન પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામે કરવામાં આવ્યું. આ પ્રસંગે મહેશ પટેલ ડિરેક્ટર એપી.એમ.સી., બાબુજી પરમાર, નિશાંત પટેલ, અંકિત પટેલ, મોહનભાઈ, કિરીટભાઈ પટેલ તેમજ ખૂબ મોટી સંખ્યમાં ગ્રામજનો હાજર રહ્યા હતા. પ્રાંતિજ શહેર ખાતે વોર્ડ નંબર ૧માં બુથ નંબર ૮૦ ખાતે પ્રવાસી કાર્યકરો કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા બનાવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘરોની મુલાકાત કરી, લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો સાથે ગામમાં ઘરે-ઘરે પત્રિકા વિતરણ તેમજ દુકાનો અને જનરલ સ્ટોર પર પત્રિકા અને સ્ટીકર લગાવ્યા. જેમાં સ્થાનિક સંયોજક તરીકે જીતેન્દ્ર રાવળ, શહેર પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ, મહામંત્રી ગિરીશ પટેલ, આ અભિયાનના ઇન્ચાર્જ વિજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

TAGGED:
Share This Article