વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સભ્યોએ વિરોધ પક્ષ અને જનતાના પ્રતિનિધિ તરીકે શાસક પક્ષને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા, જેમાં કોંગ્રેસના દંડક અમિત ચાવડાએ પૂછ્યું હતું કે, શું ગુજરાત સરકાર પેટ્રોલિયમ પ્રોડક્ટોને GST ની અંદર લઈ જવા માંગે છે કે કેમ ?
જેનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત પેટ્રોલિયમ પેદાશો પરના વેરાની છે. તેઓએ આ વિષે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું કે, GST ની ૫૦ ટકા આવક કેન્દ્ર સરકાર લઈ જાય છે, જેથી અગર પેટ્રોલિયમ પેદાશોને GST હેઠળ લઈ જવાશે તો રાજ્ય સરકારની ૫૦ ટકા આવક ઘટી જશે. નીતિન પટેલે વધુમાં કહ્યું હતું કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં પેટ્રોલ- ડિઝલ પરનો ટેક્સ ઘણો ઓછો છે.
જ્યાં સુધી કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડયુટીના દર ના ઘટાડે ત્યાં સુધી GST માં જવાનો કોઈ અર્થ નથી. રાજ્યની આવકને નુકસાન ન થાય તેવી કોઈ ફોર્મ્યુલા બનાવે તો GST માં પેટ્રોલિયમ પેદાશોને લઈ જવાશે.