દિલ્હી વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે જનલોકપાલ મુદ્દે ચર્ચા થઇ હતી. તે બાબત પર વિપક્ષે આમ આદમા પાર્ટી ઉપર વાક પ્રહારો કર્યા હતા. દિલ્હીમાં આ મુદ્દો આગની જેમ પ્રસરી રહ્યો છે. દિલ્હીમાં અલગ અલગ જગ્યાએ કેજરીવાલના પોસ્ટર લગાવવામાં આવ્યા છે, તેના પર લખવામાં આવ્યુ છે કે કેજરીવાલનું લોકપાલ બીલ ક્યાંક ખોવાઇ ગયુ છે. જેને પણ મળે તેણે તે બિલને ક્રાંતિકારી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સોંપી દેવું.
પોસ્ટર છપાવીને સીધુ જ નીશાન દિલ્હી સરકાર પર સાધવામાં આવ્યુ છે. પોસ્ટરમાં જનલોકપાલ બીલ ખોવાઇ ગયુ છે, તે મિસિંગ હોવાનો મુદ્દો બનાવવામાં આવ્યો છે. પોસ્ટરમાં સૌથી ઉપર લખવામાં આવ્યુ છે કે ખોવાયા હોવાની તલાશ.
તે પોસ્ટરમાં કટાક્ષ કરવા માટે તેમ પણ લખવામાં આવ્યુ છે કે, જનલોકપાલ બિલ મળે તો વિધાનસભા ના મોકલાવતા, સીધુ જ સી.એમ કેજરીવાલ પાસે મોકલાવી આપજો. કારણકે સી.એમ સાહેબ વિધાનસભામાં નથી આવતા. આવી રીતે પોસ્ટર લગાવીને સીધો જ પ્રહાસ આમ આદમી પાર્ટી ઉપર થઇ રહ્યો છે. આડકતરી રીતે સરકાર જુઠ્ઠાણા જ ચલાવી રહી છે તેમ સાબિત કરવા માંગે છે.
જે મુદ્દાને લીધે કેજરીવાલ સરકાર ચૂંટાઇને આવી હતી, તે જ મુદ્દાને હવે કેજરીવાલ સરકારે ભૂલાવી દીધો છે. આ વાતની નારાજગી વ્યક્ત કરવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે.