નવીદિલ્હી : કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનને લઇને છેલ્લા ઘણા સમયથી આંતરિકરીતે ચર્ચા ચાલી રહી હતી પરંતુ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અટકળોનો અંત આણી દીધો હતો. કેજરીવાલે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આમા રસ દર્શાવી રહ્યા નથી. કેજરીવાલે કહ્યું હતું કે, હજુ સુધી કોઇપણ સહમતિ થઈ શકી નથી. કોંગ્રેસ પાર્ટીએ ગઠબંધનનો ઇન્કાર કરી દીધો છે. અત્રે નોંધનીય છે કે, દિલ્હીમાં શરદ પવારના આવાસ ઉપર યોજાયેલી બેઠકમાં અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી પહોંચ્યા હતા જેને લઇને ચર્ચા ચાલી રહી હતી. આના જવાબમાં કહ્યું હતું કે, અમારા મનમાં દેશને લઇને ચિંતા છે. દેશની પરિસ્થિતિઓને અમે જાઈ રહ્યા છે. નોટબંધી જેવા ખોટા નિર્ણય લેવામાં આવ્યા હતા. મોદી અને શાહની જાડીને પરાજિત કરવામાં આવે તેમ અમે ઇચ્છીએ છીએ જેથી ગઠબંધનની વાત કરી રહ્યા છે.
મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં મોટી દુર્ઘટના, કુવો સાફ કરવા ઉતરેલા 8 લોકોનું ગુંગળાઈ જવાથી મોત
ખંડવા : મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં છૈગાંવ માખણ વિસ્તારના કોંડાવત ગામમાં કૂવાની સફાઈ કરવા અંદર ઉતરેલા આઠ લોકોના મોત, 6 મૃતદેહ...
Read more