નવી દિલ્હી : વિરાસતની રાજનીતિ પર સત્તા પક્ષ અને વિપક્ષની વચ્ચે જોરદાર આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર ચાલી રહ્યો છે. કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના ભાષણના બહાને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. ઈન્ડિયા આઈડિયા કોન્કલેવને સંબોધતા જેટલીએ કહ્યું હતું કે પંડિત જવાહરલાલ નહેરૂની રાજકીય વિરાસતનો દાવો કરનાર લોકોની ઈચ્છા શક્તિ જો ભણવામાં રહેશે તો તેમને વાજેપેયીના એ ભાષણની ચોક્કસપણે રહેશે જેમાં તેઓએ સંસદમાં મે ૧૯૬૪માં પૂર્વ વડાપ્રધાન નહેરૂને શ્રદ્ધાંજલી આપતી વેળા કહી હતી.
જેટલીએ કહ્યું હતું કે તેમની દ્રષ્ટીએ વાજપેયી દ્વારા સંસદમાં નહેરૂ ઉપર આપવામાં આવેલા સૌથી શ્રેષ્ઠ ભાષણ તરીકે છે. તે વખતે વાજપેયી માત્ર ૩૮ વર્ષના હતા અને જનસંઘના સાંસદ તરીકે હતા. તેમની દ્રષ્ટીએ આઝાદ ભારતમાં આ પ્રકારના ભાષણ ક્યારેય પણ સાંભળવા મળતા નથી. થોડાક દિવસ પહેલા જ આઝાદ હિન્દ ફોઝના સ્થાપના દિવસના પ્રસંગે એક કાર્યક્રમમાં મોદીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ ઉપર નેતાજી અને સરદાર પટેલ જેવી વિભૂતીઓને ભુલાવી દેવાનો આક્ષેપ કર્યો હતો. જેના જવાબમાં કોંગ્રેસે કહ્યું હતું કે વિરાસત વિહીન ભાજપની હાલત કફોડી બનેલી છે. કોંગ્રેસે કહ્યું હતું કે આઝાદીના આંદોલનમાં ભાજપનું યોગદાન નથી.