મહાગઠબંધન પોલિટિકલ સર્કસ : જેટલી દ્વારા દાવો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી : નાણામંત્રી અરુણ જેટલીએ આજે બ્લોગ લખીને ફરી એકવાર મહાગઠબંધન ઉપર આકરા પ્રહાર કર્યા હતા. જેટલીએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે, છેલ્લા થોડાક મહિનાથી દેશ મહાગઠબંધનની વાતો સાંભળીને હેરાન પરેશાન છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીને દેશભરમાં કામ અને ભાજપની જમીન ઉપર લોકપ્રિયતા મળી રહી છે. જેટલીના કહેવા મુજબ મોદીએ પોતાના કામના આધાર પર વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી છે. જેટલીએ એવો દાવો પણ કર્યો છે કે, મોદીએ તેમની પકડ એટલી મજબૂત કરી છે કે કોઇ એક પાર્ટી તરીકે આ પાર્ટી સામે કોઇપણ જીતી શકે તેમ નથી.

ભારતના લોકો પોતાના નેતાઓને તેમના નામથી જજ કરે છે પરંતુ મોદીને દરેકરીતે લોકો પસંદ કરે છે. દેશની સામાજિક-આર્થિક પ્રોફાઇલ હવે બદલાઈ ચુકી છે. હવે લોકો પોતાના નેતાઓને તેમના કામ અને ક્ષમતાના આધાર પર જજ કરે છે.  તેમની પરંપરાગત પસંદના આધાર પર પસંદ કરતા નથી. જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ગઠબંધન કેટલીક સીટો ઉપર એકબીજાની સામે પણ લડનાર છે. હરિયાણામાં કોઇ ગઠબંધન શક્ય નથી.

દુષ્યંત ચૌટાલાની પાર્ટી પહેલાથી જ ઘોષણા કરી ચુકી છે કે, તે કોંગ્રેસની સામે છે. એએપી અને કોંગ્રેસ દિલ્હીમાં સાથે આવવા માટે તૈયાર નથી. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસને સાફ શબ્દોમાં કહી દેવામાં આવ્યું છે કે, તેની ત્યાં કોઇ જરૂર નથી. બસપે સાફ શબ્દોમાં કહ્યું છે કે, કોંગ્રેસની સાથે ઉત્તરપ્રદેશ સહિત દેશમાં કોઇ જગ્યાએ જાડાણ કરવામાં આવશે નહીં. કોંગ્રેસ પાર્ટી વધારે સીટો ન મેળવે તેવા પ્રયાસ અન્ય વિરોધ પક્ષો કરી રહ્યા છે. બિહાર, ઝારખંડ, આસામ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ અને કેરળમાં પણ આવો જ અભ્યાસ કરવામાં આવ્યો છે. લીડરશીપના મુદ્દે કહ્યું હતું કે, ગઠબંધનના અનેક નેતા નેતૃત્વ કરવાનો દાવો કરે છે. આ ગઠબંધનના દરેક નેતા પોતાની શક્યતા નિહાળે છે.

Share This Article