થ્રીડી પ્રિન્ટરથી કૃત્રિમ અંગ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

માનવી જીવનને વધુને વધુ સરળ અને તકલીફ વગર બનાવવા માટે વૈજ્ઞાનિકો અને તબીબો અવિરત  લાગેલા છે. હવે એક એવી નવી ક્રાંતિકારી ટેકનોલોજી તૈયાર કરવામાં આવી ચુકી છે જેના કારણે ભવિષ્યમાં કૃત્રિમ અંગોનુ નિર્માણ પણ કરી શકાશે. થ્રી પ્રિન્ટર ટેકનોલોજી વિકસિત કરવામાં આવી છે. રેપ્લિકેટર્સ સ્ટારટ્રેક ડોટ કોમની એક એવી ટેકનોલોજી આવી છે જે તબીબો અને એન્જિનિયરો માટે નવી આશા જગાવી રહી છે. શોધમાં વ્યસ્ત રહેલા સંશોધકોએ હવે એક એવા થ્રી ડી પ્રિન્ટર બનાવી લેવામાં સફળતા મેળવ છે જે પ્રકાશન ટેકનિકની જેમ જ કોઇ વસ્તુઓના માત્ર થોડાક હિસ્સા જ નહીં બલ્કે તેના પૂર્ણ થ્રી ડી પ્રિન્ટ બનાવી લેવામાં સક્ષમ છે. શોધ કરનાર સંશોધકોએ આને કોમ્પ્યુટર એક્સિયલ લીથોગ્રાફી નામ આપ્યુ છે.

આ પ્રિન્ટર સિન્થેટિક સામગ્રીથી વસ્તુઓના નિર્માણ કરે છે. જે પ્રકાશ અને ખાસ પેટર્નના સંપર્કમાં આવતાની સાથે જ ઠોસ સ્વરૂપમાં ફેરવાઇ જાય છે. બર્કલે અને કેલિફોર્નિયાના લોરેન્સ લિવરમોર રાષ્ટ્રીય પ્રયોગશાળાના શોધ કરનાર સંશોધકોએ સંયુક્ત રીતે સીએએલ રેપ્લિકેટર નામના સાધનનો ઉપયોગ કરીને નાના વિમાન અને પુલ નિર્માણનુ કામ કર્યુ છે. સાથે સાથે આ સંશોધકોએ આ ટેકનિકનો ઉપયોગ કરીને માનવી જડબા અને પેચકસના હેન્ડલ પણ બનાવી લીધા છે. આ તમામ જરૂરી ચીજા માત્ર બે મિનિટમાં તૈયાર કરવામાં આવી છે. કેરોલિના યુનિવર્સિટીના રસાયણશાસ્ત્રી જોસેફ ડેસિમોને કહ્યુ છે કે તે નાના અને પારદર્શી વસ્તુઓએને બનાવવા માટેની નવી અને અસરકારક ટેકનોલોજી છે. જે ભવિષ્યમાં માનવી અંગોના થ્રી ડી ઉત્પાદનની નવી આશા જગાવે છે.

આ પ્રક્રિયામાં માત્ર પ્રકાશ અને સિન્થેટિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલા કોમ્પ્યુટર પર ડીઝાઇન કરવામાં આવતી વસ્તુના ચિત્ર બનાવવામાં આવે છે. ત્યારબાદ ડિજિટલ વિડિયો પ્રોજેક્ટમાં આને વધારે પારદર્શી અને વાસ્તવલિક સ્વરૂપમાં મુકવામાં આવે છે. ત્યારબાદ મસીન આ ચિત્રને એક ફરનાર સિસિન્ડરસ્વરૂપના સાધનમાં મુકવામાં આવે છે. જેમાં કિરણોના માધ્યમથી પ્રક્રિયા થાય છે. આ સાધન સિન્થેટિક સામગ્રીથી ભરેલા રહે છે. ત્યારબાદ પ્રિન્ટર કોમ્પ્યુટર એક્સિયલ લોથોગ્રાફી ટેકનિકથી ઉપરોક્ત વસ્તુના ઠોસ સ્વરૂપને બનાવી દે છે. આનાથી દર્દીઓ માટે કૃત્રિમ અંગ ડિઝાયન કરવામાં મદદ મળશે.

Share This Article