આધુનિક સમયમાં તમામ ધ્યાન માનવ-શ્રમને મશીન પર લાવી દેવા માટે આપવામાં આવી રહ્યુ છે. જેથી પ્રશ્ન હવે એ ઉપસ્થિત થાય છે કે જ્યારે તમામ પ્રકારના કામ મશીન દ્વારા જ થવા લાગી જશે તો બિનજરૂરી રીતે સામાન્ય વ્યક્તિના હાથમાં કામ કોણ આપશે. બેરોજગારીની સમસ્યા વધારે ગંભીર બની જશે તે બાબત પર પણ નિષ્ણાંતો સહમત થઇ રહ્યા છે. દુનિયાના અનેક દેશોમાં કેટલાક મહત્વપૂર્ણ કામો આજે રોબોટ કરવા લાગી ગયા છે. આવી સ્થિતીમાં પ્રશ્ન એ થાય છે કે માનવી પાસે કામ શુ રહેશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુગમાં દુનિયાના દેશો ઝડપથી આગળ વધી રહ્યા છે.
આજના સમયમાં એક વિષય પર શોધ ખુબ રેકોર્ડ ગતિથી ચાલી રહી છે. આ શોધ છે મશીન મોટા ભાગે માનવી કામ કરી શકે. આજે ઝડપથી એક વિષય પર શોધ ચાલી રહી છે. જે નજીકના ભવિષ્યમાં અમારા જીવનને વ્યાપક ઢગથી પ્રભાવિત કરનાર છે. આ શોધ છે આર્ટિફિશિયલ બુદ્ધિમાની અથવા તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એક માનવી મશીનથી કઇ રીતે અલગ રહી શકે છે. એક વ્યક્તિ ભોજનના સ્વાદને બતાવી શકે છે. ચીજાને સુંધી શકે છે. કોઇ વિષય પર ચર્ચા વિચારણા કરી શકે છે. તે ભાષણ આપી શકે છે અને ભાષણ સાંભળી શકે છે. અનુભવ કરી શકે છે. આજે આ નવા ક્ષેત્ર છે જેને ધીમે ધીમે મશીનોને સોંપવા માટેની કામગીરી ચાલી રહી છે. ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે બજારનુ કદ ૮૯.૮ અબજ ડોલરની આસપાસ પહોંચી ગયુ છે. ૯૦ના દશકને જો યાદ કરવામાં આવે તો જાણી શકાય છે કે એ વખતે આર્થિક ઉદારીકરણની નીતિને ખાસ મહત્વ આપવામાં આવ્યુ હતુ.
એ વખતે ભારત સહિત અનેક મિશ્રિત અર્થવ્યવસ્થાઓ દ્વારા ઉદારવાદી આર્થિક મોડલને અપનાવવાની શરૂઆત કરી હતી. આ એ સમય હતો જ્યારે જ્યારે અર્થવ્યવસ્થાના દરવાજા વિદેશી રોકાણ માટે ખોલવામાં આવી રહ્યા હતા. લગભગ આ જ દોરમાં ડિજિટલ દુનિયાના ઉદયની શરૂઆત થઇ હતી. મોબાઇલ ફોન, ઇન્ટરનેટ, જેવી ચીજો વિકસિત દેશોમાં લોકપ્રિય બની રહી હતી. વર્ષ ૨૦૦૬ના અંત સુધી એક્સોન મોબિલ, જનરલ ઇલેક્ટ્રિક, બેંક ઓફ અમેરિકા, બીપી, પેટ્રોચાઇના, એચએસબીસી જેવી મહાકાય કંપનીઓ આર્થિક પિરામિડના ટોપ પર હતી.
જો કે વર્ષ ૨૦૧૭ સુધી એપલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ, આલ્ફાબેટ, ફેસુક, જેવી ડિજિટલ કંપનીઓનો કુલ લાભ પારંપરિક કંપનીઓ કરતા અનેક ગણો વધારે છે. આ લાભ હજુ પણ જારી છે. જ્યારે પરંપરાગત કંપનીઓ સંઘર્ષ કરી રહી છે. છેલ્લા બે દશકના ગાળામા જ નવી ડિજિટલ કંપનીઓએ જુની તેલ, ઓટોમોબાઇલ, તેમજ નાણાંકીય ક્ષેત્રની તમામ મોટી કંપનીઓને પછડાટ આપીને આગળ નિકળી ચુકી છે. આ ફેરફારના સંબંધમાં ખાસ બાબત જે ધ્યાન ખેંચનાર છે તે આ પરિવર્તનની ગતિ છે. અમેરિકી કંપનીઓના નામ તો દરેકના દિલોદિમાગ પર છે. પરંતુ ચીની કંપનીઓ તમામનુ ધ્યાન ખેંચી રહી છે. અલીબાબા, ટેનસેન્ટ્સ, હુઆવે જેવી કંપનીઓ પણ ખુબ પાછળ નથી. ડિજિટલ કંપનીઓના વિસ્તારની પાછળ બે ટેકનોલોજી એન્જિન જોડાયેલા છે. એક છે ઇન્ટરનેટ એન્જિન અને અન્ય છે લોકોની માંગ. ઇન્ટરનેટના કારણે કનેક્ટિવિટીમાં જોરદાર વધારો થયો છે. બીજુ એન્જિન સાધનોની સંખ્યામાં જોરદાર વધારો છે. આ બંનેના વધારાના કારણે તેજી આવી છે.
આ બંનેના વધારામાં હવે કોઇ ઘટાડો થાય તેવા સંકેત પણ નથી. શરૂમાં કનેક્ટડના નામ પર માત્ર મેનફ્રેમ કોમ્પ્યુટર આઇબીએમ તેમજ મિનિટ કોમ્પ્યુટર રહેતા હતા. ત્યારબાદ પર્સનલ કોમ્પ્યુટર આવી ગયા હતા. આજે સ્માર્ટ ફોનની બોલબાલા છે. ઇન્ટરનેટ ઓફ થિગ્સ સ્માર્ટ ડિવાઇસની સાથે મોટા ભાગના સાઘન ઇન્ટરનેટ મારફતે જોડાઇ ગયા છે. આજે માઇઉક્રોસોફ્ટ, એપલ જેવી કંપનીઓ દુનિયાની સૌથી મોટી દસ કંપનીઓમાં સામેલ છે. આ કંપનીઓ બૌદ્ધિક સંપત્તિ પર આધારિત રહેલી છે. આ કંપનીઓ પોતાની માલિકીવાળા સોફ્ટવેર, હાર્ડવેયર ડિઝાઇન પર પેટેન્ટ મારફતે એકમાત્ર અધિકાર ધરાવે છે. આ કોઇ હેરાનીની વાત નથી કે એપલ અને ગુગલે પોતાની હરિફ કંપનીઓ પર પોતાની બૌદ્ધિક સંપત્તિને ચોરી કરવાના કેસ પણ કરેલા છે.
એપલની વિશેષતા એ રહી છે કે તે એક પણ નિર્માણ પ્લાન્ટની રચના કર્યા વગર સ્માર્ટ ફોન તેમજ પર્સનલ કોમ્પ્યુટરની સૌથી મોટી કંપનીઓ પૈકી બનેલી છે. આ એક રસપ્રદ વાસ્તિકતા છે કે આઇફોન બનાવનાર કંપની ફોક્સ ફોનને આઇફોનની ૨૩૭.૫ ડોલરની કુલ ફેક્ટરી કિંમતમાંથી આશરે ૮.૫ ડોલર જ મળે છે. જ્યારે એપલના રાજસ્વના ૬૦ ટકા કરતા વધારે તેમના સ્માર્ટફોનમાંથી આવે છે. શરૂઆતમાં મેનફ્રેમ કોમ્પ્યુટરની દુનિયામાં સૌથી મોટી કંપની રહેલી આઇબીએમનુ માનવુ હતુ કે અસલી કિંમત હાર્ડવેયરની હોય છે અને સોફ્ટવેર તો માત્ર હાર્ડવેયરની સાથે જાડવા માટે જ કામમાં આવે છે. તે પોતાની રીતે એક માલ હોઇ શકે નહીં. પરંતુ માઇક્રોસોફ્ટ કંપનીએ તો સોફ્ટવેર માટે જ બજારની રચના કરીને ક્રાન્તિ લાવી દીધી હતી. પોતાના ડેસ અને આગળ ચાલીને વિન્ડોઝ ઓપરેટિગ સિસ્ટમમાં માઇક્રોસોફ્ટ કંપનીએ પ્રભુત્વ મેળવી લીધુ હતુ.
આ બિઝનેસની સાથે જ આ કંપનીએ પોતાના ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરનાર પ્રોસેસર, સ્પૈડશીટ્સ, ડેટા બેઝ જેવા સાધનો પર બિઝનેસને વધારી દેવા માટેની શરૂઆત કરી હતી. આજે એવી ચીજો પર શોધ થઇ રહી છે જે ક્યારેય થાકતી નથી. તમે તેનો ૨૪ કલાક ઉપયોગ કરી શકો છો. તેમના કોઇ પરિવાર, બાળકો નથી. તેમની કોઇ ભાવના નથી. માનવી શ્રમને મશીન પર લાવવાથી કેટલાક નવા પડકારો સર્જાશે.