પહેલા જેવો વિશ્વાસ જરૂરી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

કલમ ૩૭૦ને દુર કરવાનો નિર્ણય ઐતિહાસિક અને સાહસી નિર્ણય છે તેમાં કોઇ શંકા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણયના કારણે જમ્મુ કાશ્મીરમાં વિકાસની ગતિ અનેક ગણી વધી જશે. સાથે સાથે રાજ્યના લોકોને તમામ પ્રકારની સરકારી યોજનાઓના લાભ પણ મળી શકશે. રાજ્યના યુવાનોને રોજગારીની પુરતી તક મળશે. સરકારે જે નિર્ણય કર્યો છે તે ઐતિહાસિક છે. અન્ય સરકારો તો આ દિશામાં વિચારણા કરવાની હિંમત પણ કરી શકી નથી. પ્રશ્ન એ થાય છે કે કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ ત્યાં જીવન સામાન્ય બની શકશે કે કેમ  ?  કાશ્મીરી પંડિતોને પણ ત્યાં ફરીથી પુન વસવાટની તક આપવામાં આવનાર છે  ?  જો કાશ્મીરની પંડિતોને ત્યાં ફરીથી પુનવસવાટ માટે મોકલી દેવામાં આવશે તો પણ પહેલા જેવી સાથે મળીને રહેવાની પરંપરા ફરી સ્થાપિત થઇ શકશે તે મોટો પ્રશ્ન છે. વર્ષ ૧૯૮૯ પહેલા ભાઇચારા અને પારસ્પિક વિશ્વાસનો માહોલ હતો તે ફરી સ્થાપિત થઇ શકશે કે કેમ તે પ્રશ્ન તમામને સતાવી રહ્યો છે.

આ બાબત મુશ્કેલ તો છે પરંતુ અશક્ય નથી. એક મોટી વાત એ છે કે જ્યારથી કાશ્મીરી પંડિતોને ત્યાંથી કાઢી નાંખવામાં આવ્યા છે ત્યારબાદ તેઓ સંઘર્ષ કરીને જુદા જુદા સ્થળ પર સેટલ થઇ ચુક્યા છે. આ બાબત ચોક્કસપણે છે કે તેમને પોતાની જમીનથી પ્રેમ છે. લોકોને ત્યાં ફરીથી રહેવા માટે ગેરંટી જોઇએ કે ત્યાં તેઓ સુરક્ષિત રહેશે. કાશ્મીરી લોકો સૈન્ય બળોની વચ્ચે સુરક્ષામાં બાદામબાગમાં રહી શકે નહીં. કાશ્મીરી પંડિતો સામાન્ય નાગરિકોની જેમ જ કાશ્મીરમાં સ્વતંત્ર રીતે રહેવા માટે ઇચ્છુક છે. ગન પોઇન્ટ પર શાંતિના માહોલને રાખવાની બાબત યોગ્ય નથી. કાનુન અને વ્યવસ્થા યોગ્ય રહે તે જરૂરી છે.

આ બાબત શક્ય છે કે જે રીતે સાહસી નિર્ણય કલમ ૩૭૦ને દુર કરવા માટે કરવામાં આવ્યો છે તેવો જ નિર્ણય સુરક્ષાને લઇને પણ કરવામાં આવે. મોટા ભાગના કાશ્મીરી પંડિતોને મોદીમાં વિશ્વાસ છે. તેઓ માને છે કે મોદી આવુ કરશે. આને મોદી જ આવુ કરી શકે છે. દેશના અન્ય નાગરિકોને જમ્મુ કાશ્મીરમાં સ્થાપિત કરવા પાછળ વિચારણા પણ આ જ રહેલી છે. જા દેશના અન્ય ભાગોમાંથી જઇને લોકો ત્યાં રહેવા લાગશે તો માહોલમાં સુધારો થશે. કાશ્મીરમાં સમાવેશી માહોલ રચાશે. શાંતિ સ્થાપિત થઇ શકે છે. કાશ્મીર ફરી એકવાર  સ્વર્ગ બની શકે છે.

Share This Article