કલમ ૩૫એ જમ્મુ કાશ્મીર વિધાનસભાને રાજ્યના સ્થાયી નિવાસીની પરિભાષા નક્કી કરવા માટેના અધિકાર આપે છે. વર્ષ ૧૯૫૪માં આને રાષ્ટ્રપતના આદેશના માધ્યમથી બંધારણ સાથે જાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કલમ ૩૫એને સ્થાયી નાગરિકોને ખાસ અધિકારો પુરા પાડ્યા હતા. અસ્થાયી નાગરિક જમ્મુ કાશ્મીરમાં સ્થાયી રીતે વસી શકે નહીં અને ત્યાં કોઇ સંપત્તિ પણ ખરીદી શકે નહીં તેવી જોગવાઇ આ કલમમાં રહેલી હતી. કલમ મુજબ જમ્મુ કાશ્મીરની કોઇ મહિલા કોઇ અન્ય રાજ્યના પુરૂષની સાથે લગ્ન કરે છે તો તેને રાજ્યમાં મળનાર તમામ વિશેષાધિકાર પરત લેવાની તેમાં જોગવાઇ હતી. ભારતીય બંધારણની કલમ ૩૭૦ જમ્મુ કાશ્મીર રાજ્યને ખાસ રાજ્યનો દરજ્જા આપે છે.
આ કલમ ભારતીય બંધારણમાં કાસ પેટાબંધ સંબંધી બાગ ૨૧માં છે. વર્ષ ૧૯૫૧માં રાજ્યને બંધારણીય સભા અલગથી બોલવા માટેની મંજુરી આપી દેવામાં આવી હતી. વર્ષ ૧૯૫૬માં રાજ્યના બંધારણનુ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યુ હતુ. સાથે સાથે ૨૬મી જાન્યુઆરી ૧૯૫૭ના દિવસે રાજ્યમાં ખાસ બંધારણને લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ૧૪મી મે ૧૯૫૪ના દિવસે તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા એક આદેશ પાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બંધારણમાં કલમ ૩૫એ જોડી દેવામાં આવી હતી. વર્ષ ૧૯૫૬માં જમ્મુ કાશ્મીરમાં બંધારણની રચના કરવામાં આવી ત્યારે તેમાં સ્થાયી નાગરિકતાની પરિભાષા નક્કી કરવામાં આવી હતી. આ બંધારણના કહેવા મુજબ સ્થાયી નાગરિક એ છે ૧૪મી મે ૧૯૫૪ના દિવસે રાજ્યનો નાગરિક રહ્યો છે. અથવા તો આનાથી પણ દસ વર્ષ પહેલાથી જ ત્યાં રહે છે.
અહીંનુ વહીવટીતંત્ર ભારતના બંધારણ મુજબ ચાલતુ ન હતુ. બે ધ્વજ હતા. એક કાશ્મીર અને અન્ય એક ભારત. દેશના અન્ય નાગરિકો અહીં સંપત્તિ ખરીદી શકે તેમ ન હતા. કાશ્મીરી મહિલા પણ જો કોઇ બહારની વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેની કાશ્મીરી નાગરિકતા ખતમ થઇ જતી હતી. આનાથી પણ આશ્ચર્યની વાત હતી કે જો તે પાકિસ્તાની સાથે લગ્ન કરે તો તેની કાશ્મીરી નાગરિતા અકબંધ રહેતી હતી. આ તમામ દુવિધા અને અયોગ્ય બાબત કલમ ૩૭૦માં જોડાયેલી હતી. જે હવે દુર થઇ છે. ધરતીના સ્વર્ગ ગણતા જમ્મુ કાશ્મીરને આખરે કલમ ૩૭૦ની ગુલામીથી મુક્તિ મળી ગઇ છે. આ કલમના કારણે કાશ્મીરી લોકોએ સાત દશક સુધી ભેદભાવ અને ત્રાસવાદી હુમલાઓનો સામનો કર્યો છે.