કલમ ૩૭૦ બાદ હવે પોક સરકારના એજન્ડામાં ટોચે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

જમ્મુ : જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ  ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ હવે કેન્દ્ર સરકારના એજન્ડામાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પોક) છે. કેન્દ્રિય પ્રધાન જીતેન્દ્ર સિંહે આજે કહ્યુ હતુ કે અમારા એજન્ડામાં હવે પોક ભારતના અખંડ હિસ્સા તરીકે રજૂ કરવાની બાબત છે. ઉધમપુર-કઠુઆ લોકસભા સીટથી ચૂંટાઇ આવ્યા બાદ જીતેન્દ્રસિંહે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર કહ્યુ હતુ કે આ માત્ર તેમની પાર્ટી અથવા તો તેમની કટિબદ્ધતા નથી.

બલ્કે વર્ષ ૧૯૯૪માં પીવી નરસિંહ રાવના નેતૃત્વમાં તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા સર્વસંમતિથી પાસ કરવામાં આવેલા સંકલ્પ તરીકે છે. આ એક સ્વીકાર્ય વલણ તરીકે છે. કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન તરફ ખોટા અને જુઠ્ઠાણાના પ્રચાર કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાનની કચેરીમાં રાજ્યપ્રધાન સિંહે કહ્યુ હતુ કે વિશ્વનુ વલણ ભારત તરફી રહ્યુ છે. પાકિસ્તાનના ખોટા પ્રચારની કોઇ અસર થઇ નથી. તેમણે કહ્યુ હતુ કે કેટલાક દેશો જે પહેલા ભારતના વલણની સાથે ન હતા તે પણ હવે ભારતની સાથે ઉભા છે.સિંહે કહ્યુ હતુ કે કાશ્મીરમાં સામાન્ય લોકોને મળી રહેલા લાભથી તમામ લોકો ખુશ છે.

કેન્દ્રિય પ્રધાને કહ્યુ હતુ કે કાશ્મીરમાં કોઇ પણ જગ્યાએ બંધની સ્થિતી નથી અને કોઇ જગ્યાએ સંચારબંધી પણ નથી. સિંહે દેશ વિરોધી તાકાતોને ચેતવણી આપતા કહ્યુ હતુ કે તેમને ટુંક સમયમાં જ પોતાની માનસિકતાને બદલી દેવાની રહેશે. હવે દેશ વિરોધી માનસિકતા ધરાવનાર લોકો બચી શકશે નહીં. કાશ્મીરમાં કોઇ પણ પ્રકારની તંગ સ્થિતી નથી. જનજીવનને સામાન્ય કરવાના સતત પ્રયાસો થઇ રહ્યા છે.  ઇન્ટરનેટ સેવા બંધ રાખવાના મુદ્દા પર તેમને કહ્યુ હતુ કે અમે આ સેવાને ટુંકમાં ચાલુ કરીશુ.

Share This Article