જમ્મુ કાશ્મીરમાંથી ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ હવે આવનાર સમયમાં કેટલાક નવા પડકારો રહેનાર છે. આ પગલાને લઇને તમામ પ્રકારની સાવધાની રાખવી પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે ધારણા પ્રમાણે જ કઠોર નિર્ણય કરીને કલમ ૩૭૦ને દુર કરી દીધી છે. મોદી સરકારે બીજી અવધિના શરૂઆતી મહિનાઓમાં જ આ કઠોર નિર્ણય કરીને તમામને ચોંકાવી દીધા છે. આનાથી ફાયદો થનાર છે. કેન્દ્ર સરકારે એકબાજુ લડાખને જમ્મુ કાશ્મીરથી અલગ કરવાનો નિર્ણય કર્યો છે. જમ્મુ કાશ્મીરને અલગ દરજ્જા આપી દેવામાં આવ્યો છે. આ તમામ નિર્ણયની અસર એ થશે કે હિંસા પણ થઇ શકે છે. આવી સ્થિતીમાં સતત સાવધાની રાખવાની રહેશે. હાલમાં અનેક ઘટનાક્રમના દોર વચ્ચે મોટા પાયે સુરક્ષા જવાનો કાશ્મીરમાં તૈનાત કરવામાં આવ્યા છે. મોદી સરકારના કઠોર નિર્ણય બાદ લોકોમાં નારાજગી ખાસ કરીને કટ્ટરપંથીઓમાં રહેલી નારાજગીનો લાભ પાકિસ્તાન ઉઠાવીને હુમલા કરાવી શકે છે.
જેથી સુરક્ષા દળો સાથે વધારે પડકારો આવી ગયા છે. સરહદ પર ઘુસણખોરી કરવાના પ્રયાસો પણ અવિરત રીતે જ થઇ રહ્યા છે. જેથી આગામી દિવસો સુરક્ષા દળો સામે પડકારરૂપ હોઇ શકે છે. કમનસીબ બાબત એ છે કે સ્થાનિક લોકો હજુ ત્રાસવાદીઓને ટેકો આપી રહ્યા છે જેથી હુમલા કરીને સ્થાનિક લોકો વચ્ચે ત્રાસવાદીઓ વારંવાર સંતાઇ જાય છે. રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી વારંવાર પહેલ કરવામાં આવે છે પરંતુ સફળતા મળતી નથી. બીજી બાજુ સેનાને ઓપરેશન ઓલઆઉટમાં મોટી સફળતા મળી રહી છે પરંતુ ત્રાસવાદી ગતિવિધી યથાવત રીતે જારી રહી છે.
ત્રાસવાદીઓ કેટલી સંખ્યામાં છે તે પ્રશ્ન આના કારણે સર્જાય છે. રમજાનના પરિવત્ર મહિના દરમિયાન ભારત સરકારે શાંતિ સ્થાપિત કરવાના હેતુથી ત્રાસવાદીઓ સામે ઓપરેશન બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જો કેઆ ગાળા દરમિયાન હુમલા વધારે કરવામાં આવ્યા હતા. જે દર્શાવે છે કે જમ્મુકાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવાની બાબત સરળ દેખાઇ રહી નથી. જમ્મુ કાશ્મીરના સંદર્ભમાં જાવામાં આવે તો આવા ઓપરેશન સુધી મર્યાદિત દ્રષ્ટિના કારણે ઇચ્છિત પરિણામ હાંસલ થઇ શકશે નહી. હકીકતમાં વસ્તીના એક મોટા હિસ્સાની વિચારધારા અને તેમના વ્યવહારનો હિસ્સો બની ચુકેલી કોઇ પણ સમસ્યાને ઉકેલી દેવા માટે તાકાતની એક મોટી ભૂમિકા હોય છે પરંતુ સાથે સાથે તેને એકમાત્ર કારણ અને વિકલ્પ તરીકે જાઇને આગળ વધવાની બાબત યોગ્ય દેખાતી નથી. આના કારણે સમસ્યા વધારે ગંભીર બની જાય છે. કઠોર વલણની સાથે સાથે સમાયાતંર વાતચીતની પ્રક્રિયા જારી રાખીને જ બળ પ્રયોગનો કોઇ અર્થ નિકળી શકે છે. સમસ્યાની જડ બની ચુકેલા કેટલાક લોકોને વસ્તીથી અલગ કરવાની બાબત એક ચૂંટણી વલણ પણ હોય છે. કમનસીબ બાબત એ છે કે કાશ્મીરના સંબંધમાં છેલ્લા કેટલાક સમયથી વાતચીત માટેનો રસ્તો બંધ થયેલો છે. બલ્કે ચૂંટણીઁ પ્રક્રિયાના પ્રયાસોમાં પણ ગંભીરતા દેખાઇ રહી નથી.
વર્તમાન સ્થિતીમાં કાશ્મીરમાં સેનાના પ્રયાસો છતાં સ્થિતી વધારે સુધરી નથી. આશા કરી શકાય છે કે રોજગારીની તક ઉભી કરવામાં શહેરી મહિલાઓને તક આપવા જેવી બાબતોને પણ સામેલ કરી લેવામાં આવનાર છે. જા આવુ કરાશે તો જ દેશ ગરીબી દુર કરવા માટેના તેના લક્ષ્ય સુધી પહોંચી શકશે.ગરીબીની પરિભાષાને લઇને પણ હમેંશા નિષ્ણાંતોમાં ચર્ચા થતી રહે છે. આવી સ્થિતીમાં ગરીબીમાંથી કેટલા લોકો બહાર આવી ગયા છે અને આવશે તે અંગે કોઇ વાત કરવી સરળ નથી. આઝાદી બાદથી જ ગરીબીને દુર કરવા માટેના પ્રયાસ દરેક સરકાર પોતાના સ્તર પર કર રહી છે. જો કેયોજના બનાવવામાં આવી હોવા છતાં અસરકારક રીતે તમામ યોજના અમલી બની શકી નથી. જેથી ગરીબીની સમસ્યાને આઝાદીના આટલા વર્ષો બાદ પણ અમે દુર કરી શક્યા નથી. યોજના અમલીકરણ પર ધ્યાન ન આપવાના કારણે જુદા જુદા ક્ષેત્રમાં તકલીફ રહી છે. સાથે સાથે ગરીબી દુર કરવાના પ્રયાસ અને યોજનાને અપેક્ષા કરતા ઓછી સફળતા મળી રહી છે. મજબુત ઇચ્છાશક્તિ પણ આના માટે સૌથી ઉપયોગી રહેલી છે. કલમ ૩૭૦ની જૉગવાઇ દુર કરવામાં આવ્યા બાદ સૌથી પહેલા કટ્ટરપથીઓ અને ત્રાસવાદીઓની ગતિવિધી પર બિલકુલ બ્રેક મુકવાની જરૂર રહેશે. માહોલ સાનુકુળ રહેશે તો જ વિકાસની ગતિ વધશે. કારણ કે શાંતિપૂર્ણ માહોલમાં જ બહારના લોકો રોકાણ કરવા માટે આગળ આવશે.