ખુબ જટિલ કલમ ૩૭૦ દુર કરવામાં આવી ચુકી છે. અડચણો દુર થઇ ચુકી છે. હવે દિલ જોડવા માટેની પ્રક્રિયા મોટા પાયે હાથ ધરવાનો સમય છે. જમ્મુ કાશ્મીરમાં એક નવા સુર્યોદયની શરૂઆત થઇ ગયા બાદ હવે આ સુર્યાદયમાં નવા નવા કામ સંપૂર્ણ વિશ્વાસ અને આશા સાથે હાથ ધરવાનો સમય છે. એકબીજાને ગળે લગાવીને હવે સાથે મળીને આગળ વધવામાં આવશે તો કાશ્મીર ફરીથી સ્વર્ગ બનવામાં સમય લાગશે નહીં. એવી આશા ઉજ્જવળ બની ગઇ છે કે નવા ઇતિહાસની પટકથા હવે લખવામાં આવશે. જમ્મુ કાશ્મીરને ખરા અર્થમાં સ્વતંત્રતા હવે હાથ લાગી છે તેમ કહી શકાકય છે. કલમ ૩૭૦ની નાબુદી બાદ જમ્મુ કાશ્મીર, ખીણથી લઇને લડાખ સુધી અલગ અલગ પ્રબાવ અને પ્રવાહ જોવા મળી શકે છે.
જમ્મુ અને લડાખમાં તો આ નિર્ણયના સમર્થનમાં જોરદાર ઉજવણી કરવામા આવી રહી છે. કાશ્મીરના લોકોની પ્રતિક્રિયા જાણવા માટે હજુ રાહ જોવી પડશે. છેલ્લા કેટલાક દિવસથી જોરદાર રાજકીય હલચલ જોવા મળી રહી હતી. છેલ્લા કેટલાક દિવસથી મચેલી હલચલ હવે દુર થઇ ચુકી છે. કલમ ૩૭૦ના મોટા ભાગને દુર કરવામાં આવ્યા બાદ બાકીના ભારતની સાથે કાશ્મીરના સંબંધ ફરી એકવાર મજબુતી સાથે જોડાઇ ગયા છે. સંબંધો આડે જે અડચણો હતી તે દુર થઇ ગઇ છે. આ અડચણને દુર કરવા માટે છેલ્લા ૭૦ વર્ષથી દેશના જુદા જુદા સમુદાય તરફથી અવાજ ઉઠી રહ્યા હતા. દેશના મોટા ભાગના વિસ્તારમાં રહેતા લોકો કલમ ૩૭૦ને દુર કરવા માટેની માંગ કરી રહ્યા હતા. બીજા હિસ્સો આને દુર કરવાને લઇને પોતાની તાકાતા સાથે આગળ આવવામાં મુશ્કેલી અનુભવી રહ્યો હતો. હવે જ્યારે મોદી સરકારે આ કઠોર અને સાહસી નિર્ણય કરી લીધો છે ત્યારે કાશ્મીરીઓની સાથે દેશના દિલને જોડી દેવા માટેના પડકારો પણ છે. આગામી થોડાક વર્ષો સુધી આ પડકારોને ઝીલી લઇને તમામના દિલ જોડવા માટે કામ કરવાની જરૂર રહેશે. સરકારની સાથે સાથે સમગ્ર દેશના લોકોને આ દિશામાં પહેલ કરવી પડશે. આ પહેલની સફળતા જ નવા ભારતનુ નિર્માણ કરી શકે છે. કલમ ૩૭૦ દુર કરવા માટેની કાર્યવાહી નવો ઇતિહાસ રચવા જેવી દેખાઇ રહી છે.
દેશની પુરી એક પેઢી એવી છે જે સતત સાંભળી રહી છે કે કલમ ૩૭૦ દુર કરવામાં આવ્યા બાદ કાશ્મીર તુટી જશે. કાશ્મીરના બહારના લોકો જે કાશ્મીર ગયા છે તે લોકો ફરતા ફરતા કાશ્મીર વિધાનસભા સંકુલમાં તિરંગા ધ્વજની સાથે કાશ્મીરના અલગ ધ્વજને જાઇ ચુક્યા છે. તેમને ચોક્કસપણે આ બાબત અજીબ લાગી હશે. આ જ કારણ છે કે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીથી લઇને રામ મનોહર લોહિયા દ્વારા કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દુર કરવા માટેની વાત કરી રહ્યા હતા. બાંબા સાહેબ આમ્બેડકર પોતે પણ આનો વિરોધ કરતા હતા. ખુબ ઓછા લોકો આ બાબત જાણે છે કે કાશ્મીરના વિલય પત્રો પર કાશ્મીરના રાજા હરિસિંહે ૨૭મી ઓક્ટોબર ૧૯૪૭ના દિવસે હસ્તાક્ષર કરી દીધા હતા. ત્યારબાદ કલમ ૩૭૦ બે વર્ષ બાદ ૧૭મી ઓક્ટોબર ૧૯૪૯ના દિવસે અમલી કરી દેવામાં આવી હતી. ત્યારબાદ કલમ ૩૫ એને તો સંસદે કોઇ પણ ચર્ચા વગરપ ૧૯૫૪માં લાગુ કરવામાં આવી હતી. આ તમામ પરિસ્થિતીમાં સરકારે ઇતિહાસના પેજ પલટી નાંખ્યા છે. આશા છે કે હવે ભવિષ્યમાં લખવામાં આવનાર નવા પેજ એક નવા ઇતિહાસની રચના કરશે અને સફળતાની નવી ગાથા પણ લખશે. સરકારે આ નિર્ણય કોઇ ઉતાવળમાં કર્યો હોય તેમ લાગતુ નથી.
લાંબા સમયથી આ પ્રક્રિયા ચાલી રહી હતી. સરકારે સૌથી પહેલા રાજ્યસભામાં પોતાનીસ્થિતી મજબુત કરી હતી. તમામ નાના મોટા પાર્ટીના સભ્યોના રાજીનામાથી લઇને વૈચારિક ધરાતલ પર રાજકીય નેતાઓ સાથે બેઠકો યોજી હતી. આ જ કારણ છે કે ત્રિપલ તલાક બિલ પર વિરોધ કરનાર બહુજન સમાજવાદી પાર્ટીએ કાશ્મીર માટે કલમ ૩૭૦ અંગે સરકારનુ સમર્થન કર્યુ હતુ. આમ આદમી પાર્ટી દ્વારા પણ સમર્થન કરવામા આવ્યુ હતુ. જમ્મુ કાશ્મીર રાજ્યની ફેરરચના બાદ હવે વાત અસલી મુદ્દા પર કરવામાં આવે તે જરૂરી છે. કેન્દ્ર સરકાર કલમ ૩૭૦ને દુર કરવામા આવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરના નિવાસીઓની સામે રહેલી તમામ સમસ્યાઓના ઉકેલ માટે રાજ્ય ફેરરચના બિલ લાવવામા આવ્યુ છે. જે પાસ થઇ ગયુ છે. સંસદના બંને ગૃહો તેને પાસ કરી ચુક્યા છે. હવે રાજ્યના વિસ્થાપિત થયેલા લોકોના પુન વસવાટ, સમાજમાં શાંતિ અને એકતા સ્થાપિત કરવાની જરૂર છે. હવે સુરક્ષાની સાથે સાથે પોકના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.