સ્વદેશી ઇલેક્ટ્રિક વાહન તકનીકી કંપની દુનિયાના સૌથી સુરક્ષિત ઇલેક્ટ્રિક સ્કૂટરને લઇને આવી ગઇ છે. આ વિશેની જાહેરાત આર્ટેમ એનર્જી ફ્યૂચર પ્રાઇવેટ લિમિટેડે એમ૯ના લોંચની જાહેરાત કરી છે.
એમ૯માં બેજોડ એડીએએસ એટલે કે એડવાંસ્ડ ડ્રાઇવર-આસિસ્ટંસ સિસ્ટમને લગાવવામાં આવ્યું છે, જે પહેલા માત્ર લક્ઝરી કાર્સમાં જ જોવા મળતી હતી. આ વાહનને ઘણાં નવા ફિચર્સ સાથે વિકસિત કરવામાં આવી રહ્યું છે. જેમ કે, ૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ટોચની ગતિ, માત્ર ૬ સેંકડમાં ૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાક પહોંચવું અને પ્રત્યેક ચાર્જ પર ૧૦૦ કિલોમીટર સુધીની રેંજ. આર્ટેમ ઈવી માટે એક અનોખી એપ્રોચ બનાવી છે. એમ૯ને ઓન-બોર્ડ ફાસ્ટ સાર્જરની સાથે ચાર્જ કરી શકાય છે. સાથે જ સ્વેપેબલ બેટરીથી પણ સરળતાથી ચાર્જ કરી શકાય છે.
જોકે, ફોર વ્હિલર વાહનોની સુરક્ષા પર સતત ધ્યાન આપવામાં આવે છે અને ટુ વ્હિલર વાહનો પર તેનો અભાવ જોવા મળે છે અને તેમાં ટોકન રેગ્યુલેશનની રીતે માત્ર એબીએસ અને સીબીએસની જ જરૂરત પડે છે.
ભારતનો દુનિયામાં સુરક્ષાની બાબતોમાં સૌથી ખરાબ ટ્રાફિક રેકોર્ડ રહ્યો છે. ગયા વર્ષે ૧.૪ લાખ મૃત્યુ થઇ જેમાં ૩૫ ટકા ટુ વ્હિલર હતા. માત્ર ભારતમાં જ વાર્ષિક ૨૦ મિલિયન ટુ વ્હિલર વાહનોનું વેચાણ થાય છે, જે ૨૦૨૨-૨૩ સુધીમાં ૩૬ મિલિયન સુધી પહોંચવાની સંભાવના છે. આ તમામ બાબતોએ સંસ્થાપકને ટુ વ્હિલર વાહનોની સુરક્ષામાં વધુ વિકાસ કરવા માટે પ્રેરિત કર્યા છે.
સીઇઓ અને સંસ્થાપક રાજિત આર્યાએ જણાવ્યું કે ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવા પાછળ રેંજને લઇને જિજ્ઞાસા એક મુખ્ય ઘટક છે. એમ૯ની સાથે અમે ૧૦૦ કિલોમીટર રેંજની આ મનોવૈજ્ઞાનિક અંતરાયને તોડી તેને દૂર કરવાના પ્રયત્નો કર્યા છે. સાથે જ અમે આરામના અનુસાર ચાર્જીંગ અથવા સ્વેપિંગની લચીલતા પણ પ્રદાન કરી છે. એમ૯ મોડ્યુલર આર્કિટેક્ચર પર આધારિત છે, જે પોતાને ઉપર કે નીચે કરવાની પરવાનગી આપે છે. હવે પછી એમ૯-એ અને એમ-માસ માર્કેટ સ્કૂટર એમ૬ને રજૂ કરવામાં આવશે.