સલમાનની સાથે ફિલ્મમાં કામ કરવા અર્શી તૈયાર છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બિગ બોસ ૧૧ મારફતે લોકપ્રિયતાની ચરમસીમા પર પહોંચી ગયેલી મોડલ અને સેલિબ્રિટી અર્શી ખાન હવે સલમાન ખાનની સાથે એક રોમેન્ટિક ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે સલમાન સાથે તે ફિલ્મમાં કિસિંગ અને રોમેન્ટિક સીન કરવા માટે તૈયાર છે. પોતાના સાહસી નિવેદનના કારણે ચર્ચામાં રહેલી અર્શી ખાનને સતત સારી ઓફર મળી રહી છે. તેની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો તે હવે એક દક્ષિણ ભારતની મોટી ફિલ્મ કરી રહી છે. તે સાઉથની ફિલ્મમાં બાહુબલી સ્ટાર પ્રભાસ સાથે કામ કરી રહી છે.

જો કે આ અહેવાલને હજુ સુધી સમર્થન મળી રહ્યુ નથી. અર્શી કહે છે કે સલમાન ખાને આજ સુધી ફિલ્મમાં ઓન સ્ક્રીન કિસિગ સીન કર્યા નથી. જેથી તે સલમાન સાથે આ પ્રકારના સીન પ્રથમ વખત કરવા માંગે છે. જેથી તે બિગ બોસના ઘરમાં વારંવાર કિસિગ કરતી હતી. બોલિવુડમાં તે કઇ અભિનેત્રીને પોતાની આદર્શ અભિનેત્રી તરીકે રાખવામાં આવે છે તે અંગે પુછવામાં આવતા અર્શીએ કહ્યુ હતુ કે તે કંગના રાણાવત જેવી દેખાય છે.

કંગના જે રીતે પોતાની વાત સાહસ સાથે કરે છે તે રીતે તે પણ આગળ વધવા માંગે છે. તે ક્યા ક્યા નિર્દેશકોની સાથે કામ કરવા માટે ઇચ્છુક છે તે અંગે પુછવામાં આવતા અર્શીએ કહ્યુ છે કે તે મહેશ ભટ્ટ જેવા નિર્દેશકોની સાથે કામ કરવા માટે ઇચ્છુક છે. તે ભટ્ટને ફોલો કરે છે.અર્શીએ કહ્યુછે કે તેની લોકપ્રિયતા સલમાન ખાન, કલર્સ ટીવી, એન્ડમોલ સાઇન ઇન્ડિયા, બિગ બોસના કારણે લોકપ્રિય થઇ છે. મિડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો અર્શી ખાનનો ખતરો કે ખિલાડી માટે પણ સંપર્ક કરવામાં આવ્યો છે. બિગ બોસ શો બાદ બોલ્ડ સ્ટાર વિવિધ કાર્યક્રમમાં દેખાઇ છે.

Share This Article