આઇએસના ત્રણ કુખ્યાત શાર્પ શુટરની અટકાયત કરી લેવાઇ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને ઇન્ટેલિજન્સ સંસ્થાની ટીમે મોટી સફળતા હાંસલ કરી છે. આ ટીમે ૨૬મી જાન્યુઆરી પહેલા  મોટા હુમલાની યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે. ટીમે ત્રણ ખતરનાક શાર્પ શુટરની ધરપડડ કરી લીધી છે. રાષ્ટ્રીય પાટનદર દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાંથી આ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તેમની કઠોર પુછપરછ ચાલી રહી છે. આ શાર્પ શુટરોના નિશાના પર પ્રજાસત્તાક દિવસ પહેલા બે મોટા નેતાઓની હત્યા કરીને દહેશત ફેલાવવા માટેની રહેલી હતી. ધરપકડ કરવામા આવેલા શખ્સોમાં ટ્રેનિંગ લઇ ચુકેલા અફઘાનિસ્તાનના નાગરિકનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની આઇએસઆઇ દ્વારા આ શખ્સોને પ્રજાસત્તાક દિવસથી પહેલા બે વરિષ્ઠ નેતાઓની હત્યા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

ગુપ્તચર એજન્સી સાથે જાડાયેલા સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે આ ઓપરેશનના માસ્ટર માઇન્ડની ઓળખ કરી લેવામાં આવી છે. માસ્ટર માઇન્ડ તરીકે પાકિસ્તાનના અંડરવર્લ્ડ ડોન રસુલ ખાન પાર્ટી તરીકે થઇ છે.

અત્રે નોંધનીય છે કે રસુલ ખાન જ વર્ષ ૨૦૦૩માં માર્યા ગયેલા ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન રેન પંડયાની હત્યમાં મુખ્ય કાવતરા ખોરની ભૂમિકા અદા કરી હતી.ધરપકડ કરવામા આવેલા ત્રણ શાર્ટ શુટર પૈકી એક આફઘાન નાગરિક મોહમ્મદ સબૈફી છે. તેના પિતાનુ નામ સબીર છે. તે અફઘાનના મજારે શરીફ વિસ્તારનો નિવાસી છે. શેખ રિયાજુદ્દીન ઉર્ફે અલામીની પણ ધરપકડ કરવામાં આવી છે.  પોલીસે તેમની પાસે આઇફોન અને અન્ય દસ્તાવેજા મળી આવ્યા હતા.

Share This Article